ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે દેહવ્યાપારનો વેપલો- અહિયાં ધમધમી રહેલા કુટણખાનામાં એકસાથે…

101
Published on: 11:34 am, Thu, 25 November 21

ગુજરાત રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. જેમા ખાસ કરીને મોટા શહેરોમાં આ કુટણખાના ચાલતા હોય છે અને તેનો પર્દાફાશ અવારનવાર પોલીસ દ્વારા કરવામાં આવતો હોય છે. કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાય સમયથી સ્પા પાર્લરો(Spa parlors) બંધ રહ્યા હતા. પરંતુ પ્રતિબંધ હટતાની સાથે જ આ બધા જ સ્પા પાર્લરો ફરીથી ધમધમતા થયા છે. પરંતુ આ સ્પાની આડમાં કુટણખાના ચાલી રહ્યા છે.

પોલીસને દેહવ્યાપારના વેપલાનો કર્યો પર્દાફાશ:
મળતી માહિતી અનુસાર, તાજેતરમાં જ રાજકોટ પોલીસે શેહરમાં સ્પાની આડમાં ચાલતા કુંટણખાનાનો પર્દાફાશ થયો છે. જેને કારણે હવે સમગ્ર શહેરમાં ચકચાર ફેલાઈ ગઈ છે. રાજકોટ શહેરના જુદા જુદા સ્પા સેન્ટરમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને જેમા 2 સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાનાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાંથી કુલ 5 સંચાલકોની કરવામાં આવી ધરપકડ:
રાજકોટના ધ રોયલ મિન્ટ સ્પા અને ધ રોયલ ફેમેલી સ્પામાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમા રેડ સમયે બહાર આવ્યું હતું કે, આરોપીઓ સ્પાની આડમાં દેહવ્યાપારનો વેપલો ધમધમાવી રહ્યા છે. જેથી પોલીસે આ મામલે બંને સ્પાના કુલ 5 સંચાલકોની ધરપકડ કરી છે. જેથી તેને તેની કરતૂતને કારણે આજે જેલના રહેવાનો વખત આવ્યો છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી:
અત્રે મહત્વનું છે કે, સમગ્ર મામલાને ધ્યાને લઈને માલવીયા પોલીસ અને યુનિ પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલમાં આરોપીઓની કડકાઈથી પુછપરછ કરી રહી છે. જેમા માહિતીમાં આરોપીઓ કેટલા સમયથી આ સ્પા ચલાવતા હતા અને યુવતીઓ તેમણે ક્યાથી બોલાવી હતી તે અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…