ગુજરાતમાં આ વર્ષે તૂટશે આજ સુધીના તમામ રેકોર્ડ- સૌપ્રથમવાર મગફળી ઉત્પાદનનાં આંકડા થયા જાહેર, જાણો ક્યા અને કેટલું થયું ઉત્પાદન?

173
Published on: 12:56 pm, Sun, 17 October 21

લોકડાઉન બાદ આ વર્ષ દરમિયાન અતિભારે વરસાદ ખાબકતા રાજ્યના કેટ-કેટલાય ખેડૂતોને મસમોટું નુકસાન થયું હતું જયારે આજે ખેડૂતોના મોં પર આનંદ જોવા મળી રહ્યો છે. ટેકાના ભાવે રાજ્ય સરકારે યોગ્ય ભાવે ખરીદી કરતા ખેડૂતો આનંદમાં મુકાયા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ચોમાસાની સિઝનના છેલ્લા મહિનામાં વ૨સેલા અનરાધાર વરસાદથી કૃષિપાકનું ચિત્ર બદલાઈ ગયું છે.

જેની સીધી અસ૨ મગફળીના પાક પર જોવા મળી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન મગફળીની રેકોર્ડબ્રેક 33.44 લાખ ટનનો પાક ઉત્પાદન થવાનો અંદાજ રહેલો છે કે, જેને હાલમાં જ જાહેર કરવામાં આવ્યો છે. ખાદ્યતેલ-તેલીબીયાના સંગઠન ‘ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશન’ દ્વારા સૌપ્રથમવાર મગફળીના ઉત્પાદનનો અંદાજ જાહેર કરાયો છે. આ વર્ષે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થશે.

મગફળી ઉત્પાદનમાં રાજકોટ મેદાન મારી જશે:
‘ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલ સિડ્સ એસોસિએશન’ના પ્રમુખ સમી૨ શાહના જણાવે છે કે, વાતાવ૨ણ સ્વચ્છ થયા પછી સમગ્ર રાજ્યમાં જાણકારો મા૨ફતે સર્વે હાથ ધરાયો હતો તેમજ એને આધારે 33.44 લાખ ટનનો ઉત્પાદનનો અંદાજ જાહેર કરાયો છે કે, જેમાં મગફળી ઉત્પાદનમાં રાજકોટ મેદાન મારી જાય તેમ છે.

સૌથી વધારે ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થશે:
રાજકોટમાં મગફળીનું ચાલુ વર્ષ દરમિયાન 5.08 લાખ ટનનું સૌથી વધારે ઉત્પાદન થાય એવો અંદાજ મુકાઈ રહ્યો છે. આની સિવાય અમરેલીમાં 3.50 લાખ ટન, બોટાદમાં 0.32 લાખ ટન, ભાવનગ૨માં 1.90 લાખ ટન, જામનગ૨માં 3.22 લાખ ટન, દેવભૂમિ દ્વા૨કામાં 3.80 લાખ ટન ઉત્પાદન થશે.

આની સાથોસાથ જૂનાગઢમાં 4.22 લાખ ટન, ગી૨સોમનાથમાં 0.80 લાખ ટન, પો૨બંદ૨માં 1.38 લાખ ટન, મો૨બીમાં 0.98 લાખ ટન, સુરેન્દ્રનગરમાં 1.00 લાખ ટન, કચ્છમાં 0.68 લાખ ટન, સાબ૨કાંઠામાં 1.58 લાખ ટન, અ૨વલ્લીમાં 1.25 લાખ ટન, બનાસકાઠામાં 2.09 લાખ ટન તેમજ અન્ય કેટલાક જિલ્લાઓમાં 0.69 લાખ ટન પાક થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

19.09 લાખ હેક્ટ૨માં મગફળીનું વાવેત૨ કરાયું:
અહીં નોંધનીય છે કે, ચાલુ વર્ષ દરમિયાન 19.09 લાખ હેક્ટ૨માં મગફળીનું વાવેત૨ કરાયું હતું. ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ત્યારથી શ્રાવણ મહિનો પૂરો થયા સુધી વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જો કે, ભાદરવા માસમાં ભરપૂર થતા ખેડૂતોની ચિંતા દૂર થઇ ગઇ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…