કર્જમાં ડૂબેલા આ ખેડૂતે એવું મશીન બનાવ્યું કે, રાતોરાત બની ગયા કરોડપતિ

Published on: 12:32 pm, Thu, 7 October 21

આપણે સૌ જાણીએ જ છીએ કે, સફળતા મેળવવા માટે પણ સંઘર્ષ ખુબ જ જરૂરી હોય છે. સાહસ વગર સિદ્ધિ નથી મળતી એ વાત આપણે સૌ જાણીએ છીએ. આજે એવા જ એક ખેડૂતની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છે જે દેવામાં ડૂબી જવા છતાં પણ પોતાની હિંમત હાર્યો નહીં. તેણે રીક્ષા ચલાવી તેમજ ફૂટપાથ ઉપર પણ સુઈ ગયો. આ દરમિયાન અચાનક તેને એક મશીન બનાવવાનો વિચાર આવતા તેને પોતાના સપનાને પૂરું કર્યું અને આજે તે કરોડોનો વ્યવસાય કરી રહ્યો છે.

યમુનાનગરના એક નાનકડા ગામમાં રહેવા વાળા એક ખેડૂત ધર્મબીર કંબોજ. જેમના બનાવેલા મશીન આજે ભારતની બહાર પણ મોકલવામાં આવે છે અને ઘણા ખેડૂતો પણ તેમને અનુસરે છે. આજે તેમની કંપની વાર્ષિક એક કરોડ કરતા પણ વધુનું ટર્નઓવર કરી રહી છે.

પરંતુ એક સમય એવો હતો જયારે ધર્મબીર કંબોજ પાસે ખાવા માટેના પણ પૈસા નહોતા. તેમને પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની પણ સમજ નહોતી. જેથી શહેરમાં જઈને સારું કમાઈ શકાય એ ઉદ્દેશથી ધર્મબીર કંબોજ દિલ્હીમાં ગયો પરંતુ “મોટા શહેરની મોટી વાતો” એવું જ કંઈક ધર્મબીર કંબોજ સાથે થયું. કોઈકે તેને રીક્ષા ચલાવવાની સલાહ આપી તો તેણે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું. ધર્મબીર કંબોજ દિવસ રિક્ષામાં અને રાતો ફૂટપાથના કોઈ ખૂણામાં વિતાવતો હતો. પરંતુ ઈશ્વર જાણે હજુ તેની પરીક્ષા લેવા માંગતો હોય તેમ એક અકસ્માતમાં તેનો પગ ભાંગી ગયો. જેના કારણે ધર્મબીર કંબોજને દિલ્હી છોડી પોતાના ગામ પરત ફરવું પડ્યું.

પોતાના ગામ આવીને ધર્મવીરએ પોતાની જમીનમાં ખેતી કરવાનો નિર્ણય કર્યો. દિલ્હીમાં રહ્યા બાદ ખેતી વિષે તેણે થોડું જ્ઞાન મેળવ્યું અને કેટલીક જડીબુટ્ટીઓની ખેતી કરવાનું વિચાર્યું પરંતુ તેમાં પણ તેને નિષ્ફળતા મળી. ત્યારબાદ ધર્મવીરે એલોવીરા અને ટામેટા જેવી ખેતી કરવાની શરૂઆત કરી. તેની પાસે થોડું ઘણું ટેક્નિકલ જ્ઞાન પણ હતું જેના આધારે ખેતીનું કામ સરળ થઈ શકે તે માટે કેટલાક નાના નાના મશીનો બનાવવા લાગ્યો. ત્યારબાદ તેના આ મશીનો બીજા લોકોને પણ ઉપયોગી થવા લાગ્યા.

આ ઉપરાંત એલોવીરાનો રસ કાઢી તે બજારમાં પણ વેચવા લાગ્યો. આ ખેતીમાં તેને સારો એવો નફો મળવા લાગ્યો અને ધીમે ધીમે પોતાના માથે રહેલું દેવું પણ તેને ચૂકતું કરી દીધું. એલોવીરા અને ટામેટાનું પ્રોસેસિંગ તેને બજારમાં થતું જોયું અને પ્રોસેસ થયેલી વસ્તુઓનો ભાવ પણ સારો મળતો થયો આથી ધર્મબીર કંબોજે વિચાર્યું કે, તે પોતે જ પ્રોસેસિંગ કરવાનું મશીન બનાવે તો તેને વધુ ફાયદો થઇ શકે છે અને બીજા ખેડૂતોને પણ તેનો સારો ફાયદો થશે. ધર્મબીર કંબોજ દ્વારા એક મશીની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. તેને બનાવવા માટે એક મેકેનીક્ને પણ મળ્યો જેને મશીન બનાવવા માટે 35 હજાર રૂપિયા કહ્યા. ધર્મબીર કંબોજએ બીજો જુગાડ કરી એ મશીન 20 હજારમાં તૈયાર કર્યું. મશીન તૈયાર થતા 9 મહિનાનો સમય લાગ્યો. ત્યારબાદ આ મશીનને “મલ્ટી પ્રોસેસિંગ મશીન” નામ આપવામાં આવ્યું.

આ મશીનની ખાસિયત હતી કે, તેમાં ગુલાબ, એલોવીરા, આંબળા, તુલસી વગેરેનું પ્રોસેસિંગ થઇ શકતું હતું. જેના દ્વારા જેલ, જ્યુસ, શેમ્પુ જેવી વસ્તુઓ બની શકતી હતી. આ મશીન એટલું સરળ હતું કે તેને સરળતાથી હેરવી ફેરવી પણ શકાતું હતું.

ધર્મબીર કંબોજે બનાવેલા આ મશીનની વાત આજુબાજુના વિસ્તારમાં ફેલાવવા લાગી અને લોકોએ તેને ખરીદવા માટે ઈચ્છા પણ દર્શાવી જેથી ધર્મબીર કંબોજે આ મશીન બનાવવાની અને વેચવાની શરૂઆત કરી. આ મશીનની કિંમત તેમને 55 હજાર રાખી.

આ મશીન બનાવી ધર્મબીર કંબોજ સમાચાર પત્રોમાં પણ છવાઈ ગયા. તેમના આ અનોખા સાહસ અને સુઝને લોકોનું પ્રોત્સાહન મળવા લાગ્યું હતું. ગુજરાતના હની બી નેટવર્ક અને જ્ઞાન ફાઉન્ડેશને તેમના આ મશીનમાં રસ દાખવ્યો હતો. હની બીએ આ મશીનમાં કેટલાક મહત્વના ફેરફાર કરાવ્યા અને તેની 5 અલગ અલગ ડિઝાઇન તૈયાર કરી બજારમાં વેચવાના શરૂ કર્યા. જેમાં સૌથી મોટા મશીનની કિંમત 1 લાખ 80 હજાર રાખવામાં આવી જયારે સૌથી નાના મશીનને 45 હજાર રૂપિયા રાખવામાં આવી.

ધર્મબીર કંબોજની આ લગન અને મહેનત તેમજ આગવી સુઝને જોતા વર્ષ 2009માં “નેશનલ ઇનોવેશન ફૂડનેશન”નું સન્માન અને વર્ષ 2012માં “ફાર્મર સાયન્ટિસ્ટ”નો એવોર્ડ પણ રાષ્ટ્રપતિના હાથે આપવામાં આવ્યો.

આજે ધર્મબીર કંબોજ દ્વારા બનાવવામાં આવેલા મશીનની જાપાન, દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા, કેન્યા અને નેપાળ જેવા દેશોમાં પણ નિકાસ થાય છે. તેમજ વિદેશીઓ અવાર નવાર ધર્મવીરની મુલાકાતે પણ આવે છે. આજે તેમની કંપનીમાં 1 કરોડથી પણ વધુનું ટર્નઓવર કરે છે.

ધર્મબીર કંબોજે સાબિત કરી આપ્યું કે, “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો.” તેમને પોતાની મહેનત અને સૂઝથી આજે વિશ્વસ્તરે પોતાનું નામ ઊંચું કર્યું છે. જેની પાસે એક સમયે પેટ ભરવાનું પણ ઠેકાણું નહોતું તે આજે કરોડોની કંપનીનો માલિક છે. ધર્મબીર કંબોજની આ કહાની યમુનાનગરના એક નાનકડા ગામની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…