પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્નીએ આપી દીધો જીવ, અંતિમયાત્રામાં સર્જાયા એવા કરુણ દ્રશ્યો કે તમે પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડશો

Published on: 2:23 pm, Sat, 20 May 23

Princey and Dharmesh Love story: ગુજરાત (Gujarat)ના નવસારી (Navsari)જિલ્લાના લીલીયા (Liliya)માં રહેતા એક યુવકનું રવિવારે સાંજે હૃદય હુમલામાં મોત થયું હતું. જ્યારે બીજા દિવસે પત્નીને આ સમાચાર મળ્યા તો તેણે પણ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. સોમવારે સવારે બંનેએ એક દુનિયાને અલવિદા કહી હતી. મળેલી માહિતી અનુસાર બંનેએ 6 મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા.

લીલીયા ગામે રહેતો 25 વર્ષીય ધવલ વિનુભાઈ રાઠોડ રવિવારે બપોરે પોતાના ખેતરે ગયો હતો. સાંજે અહીંથી પરત આવ્યા બાદ તેમને છાતીમાં ભારે દુખાવો થવા લાગ્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાં સારવાર શરૂ થાય તે પહેલા જ તેનું મોત થયું હતું.

પરિવારજનોએ આખી રાત ધવલના મૃત્યુની વાત તેની પત્ની પ્રિન્સીથી છુપાવીને રાખી હતી. તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે ધવલની તબિયત ખરાબ હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ બીજે દિવસે સવારે જ્યારે ધવલનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે પ્રિન્સીએ પોતાને રૂમમાં બંધ કરીને ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો કોઈક રીતે રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમણે પ્રિન્સીની લાશ ફાંસીથી લટકતી જોઈ હતી.

લગભગ બે વર્ષ પહેલા ધવલની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ધવલની માતાએ તેને કિડની દાનમાં આપી, જેનાથી ધવલનો જીવ બચી ગયો. મૃતક ધવલ 4 બહેનનો એક માત્ર ભાઈ હતો અને તેના પિતાના ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.

મેળલી માહિતી અનુસાર અમરેલીમાં આવેલા લીલીયામાં રહેતા ધર્મેશ તેમના ઘરની પાછળની શેરીમાં રહેતી પ્રિન્સી સાથે પ્રેમ સંબંધ હતો. પ્રિન્સી ધર્મેશને એટલી હદે પ્રેમ કરતી હતી કે, ભૂતકાળમાં ધર્મેશની બંને કિડની ફેલ હોવા છતાંય પ્રિન્સી પોતાના માતા-પિતા વિરુદ્ધ ગઈ હતી અને ધર્મેશ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. બંનેએ એકબીજાને મેળવવા માટે પરિવાર સાથે ખુબજ ઝઝૂમી લીધું હતું અને આખરે ભેગા પણ થયા હતા. પરંતુ હવે આ પ્રેમ કહાની નો કરુણ અંત આવ્યો છે.

ધર્મેશના પિતા વિનુભાઈ રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમના પરિવારમાં પત્ની, ચાર દીકરી અને એક દીકરો છે. વિનુભાઈની ચારેય દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. જયારે ધર્મેશએ લીલીયામાં જ રહીને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તે જયારે 15 વર્ષનો હતો ત્યારે તેને તાવ આવ્યો હતો અને ડોક્ટરે કહ્યું કે ધર્મેશની બંને કિડની ડેમેજ થઈ ગઈ છે. આ વાતને દસ વર્ષ કરતાં વધારે સમય થઇ ગયો છે, ધર્મેશ ને હવે કોઈ તકલીફ ન હતી અને તેની દવા પણ ચાલુ ન હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…