PM મોદીએ તાજેતરમાં શરુ કરેલ આ યોજનાથી દેશની મહિલાઓનું ભવિષ્ય બનશે વધુ ઉજ્જવળ- જાણો વિગતે

Published on: 6:51 pm, Sun, 15 August 21

દેશમાં કોરોના મહામારી વચ્ચે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા 2.0 યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં મહેબા અને દિલ્હીમાં એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા. આ સિવાય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એલપીજી કનેક્શન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રી કેશવ મોય અને દિનેશ શર્મા જેવા મોટા નેતાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉજ્જવલા 2.0 યોજનામાં તમને એડ્રેસ પ્રૂફ વગર ગેસ કનેક્શન મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉજ્જવલા 2.0 ના તમામ લાભાર્થીઓ એડ્રેસ પ્રૂફ અને રેશનકાર્ડ વગર આ યોજનાનો લાભ લઈ શકે છે. આની ઉપરાંત, આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારું ઓળખપત્ર બતાવવાની જરૂર નથી. જરૂરિયાતમંદ પરિવારો હવે પોતાની જાતે અરજી કરીને યોજનાનો લાભ લઇ શકશે અને આ રીતે તેઓને સરકારનો ઉદ્દેશ હાંસલ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઉજ્જવલા યોજના માટે નોંધણી માટે આ વસ્તુઓ જરૂરી છે.
1. મહિલાએ આ યોજનામાં અરજી કરવાની છે.
2. અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

3. બીપીએલ પરિવારની મહિલા હોવી જોઈએ.
4. લાભ મેળવવા માટે તમારી પાસે રેશન કાર્ડ અને બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે.

આ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે.
1. સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ PMUY.GOV.IN/UJJWALA2.HTML ની ​​મુલાકાત લેવી પડશે.
2. પછી એક ફોર્મ દેખાશે.

3. અને આ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
4. એલપીજી કનેક્શન મેળવવા માટે, આ ફોર્મ નજીકના એલપીજી કેન્દ્ર પર ભરીને સબમિટ કરવાનું રહેશે.
5. તમારી બધી વિગતો ચકાસ્યા પછી, તમને એલપીજી કનેક્શન મળશે.