કોઈપણ ડોકયુમેન્ટસ વગર કેન્દ્ર સરકાર આપી રહી છે લોન – જલ્દી આ રીતે ઉઠાવો આ યોજનાનો લાભ

207
Published on: 7:03 pm, Wed, 6 October 21

કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અવારનવાર કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક નવીનત્તમ યોજનાને લઈ જાણકારી સામે આવી છે. PM નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌઉ પહોંચ્યા છે ત્યારે આજે તેઓએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત આયોજીત 3 દિવસનાં ‘ન્યૂ અર્બન ઈન્ડિયા’ કોન્ફ્લેવનો શુભારંભ કર્યો હતો.

આ અવસરે સાથોસાથ જ એમણે સ્વનિધિ યોજના સાથે જોડાયેલ કેટલીક જાણ કરી હતી જેવી કે અરજી પ્રક્રિયા, યોગ્યતા, દસ્તાવેજ વગેરેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. લારી-ગલ્લા વાળા માટે શરૂ કરાયેલ ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ અંતર્ગત સૌપ્રથમ ચરણમાં કુલ 46,31,613 અરજીમાંથી 27,76,753 અરજદારોને અત્યાર સુધીમાં a યોજનાનો લાભ મળી ચુક્યો છે.

મોદી સરકાર દ્વારા ‘આત્મનિર્ભર નિધિ યોજના’ અંતર્ગત 10,000 રૂપિયા સુધીની લોનની ભેટ આપવામાં આવી છે. એવું લોકો આ લોન સમગ્ર દેશમાં ફેલાયેલા 3.8 લાખ સેવા કેન્દ્રો પરથી મેળવી શકે છે એમ છતાં પણ જો તમારી લોન મળવામાં કોઈ મુશ્કેલી આવે તો તમારો મોબાઈલ જ મિનિટોમાં તમારી મુશ્કેલીઓને દૂર કરી દેશે.

આ એપ્લીકેશન મિનિટોમાં અપાવશે 10,000 સુધીની લોન:
‘પીએમ સ્વનિધિ’ મોબાઈલ એપ્લીકેશનને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છે. આ મોબાઈલ એપ્લીકેશનને શરૂ કરવાનો ઉદ્દેશ સ્ટ્રીટ વેન્ડર્સ માટે લોન એપ્લાય કરવાની પ્રક્રિયાને આસાન બનાવવાનો રહેલો છે. આ એપ મારફતે લોન આપતી સંસ્થાઓને ફિલ્ડમાં કામ કરનાર કર્મચારીઓ જેવા કે, બેન્કિંગ પ્રતિનિધિ તથા નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ મારફતે સ્ટ્રીટ વેન્ડર્સ સુધી લોન સુવિધાને પહોંચાડી શકાય છે.

સબ્સિડી સીધી લોન લેનારના ખાતામાં આવશે:
આ મોબાઈલ એપ મારફતે સ્ટ્રીટ વેન્ડર્સને વિના કોઈપણ પેપર વર્કે માઈક્રો-ક્રેડિટ સુવિધાઓ મારફતે આસાનીથી લોન મળી રહેશે. મંત્રાલય તરફથી આ યોજના અંતર્ગત વેબ પોર્ટલની શરૂઆત 29 જૂન વર્ષ 2020 નાં રોજ થઈ હતી. આ એપનાં વેબ પોર્ટલ જેવી પણ કોઈ સુવિધાઓ છે. જેને આસાનીથી પોર્ટેબિલિટીની સુવિધા સાથે જોડી દેવાઈ છે.

આ યોજના અંતર્ગત લેવાયેલ કેપિટલ લોનને ફક્ત એક વર્ષમાં માસિક હપ્તાઓમાં ચુકવણી કરી દેવામાં આવે છે. લોન લેતી વખતે ચુકવવા પર દર વર્ષે 7% ના વ્યાજથી સબસીડી પણ મળી રહેશે. આની સાથે જ સબસીડી સીધી લોન લેનારના ખાતામાં જમાં થઈ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…