
આઠમ એટલે કે, જન્માષ્ટમી બાદ સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે ત્યારે હાલમાં જગતનો તાત દુખમાં સરી પડ્યો છે. રાજ્યના તાપી જિલ્લામાં વરસાદ વધારે પડતો ખેંચાતા શાકભાજીના ભાવ પર પણ ખુબ માઠી અસર પહોંચી છે. અન્ય શાકભાજીનું ઉત્પાદન સતત વધતા ભીંડાના ભાવ ગગડતા માર્કેટ યાર્ડમાં વેપારીઓના કાઉન્ટરની તોડફોડ કરવામાં આવી હતી.
ભીંડા જમીન પર ફેંકી દઈને વેપારીઓ હરાજી અટકાવી ઘર ભેગા થતાં મામલો ગરમાયો હતો. તાપી જિલ્લામાં વ્યારા, ડોવલણ તથા વાલોડ તાલુકામાં થોડા સમયથી ભીંડાનું ઉત્પાદન સતત વધતું ગયું છે તેમજ ખેડૂતોની આવકમાં પણ વધારો નોંધાયો છે.
જો કે, ચાલુ વર્ષ દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાતા તેમજ અન્ય શાકભાજીનું ઉત્પાદન પણ વધ્યું હોવાને કારણે ભીંડાના મણના ભાવ ગગડયા છે. આ મહીનામાં ઘણીવાર વેપારીઓ તેમજ ખેડૂતોની વચ્ચે અબોલા થયા છે. મુંબઈ માર્કેટ સુધી ભીંડાના ભાવો નીચા જતા વેપારીઓ પણ ભીંડાનો ઉંચો ભાવ આપી શકતા નથી.
જયારે ખેડૂતોને પણ ભીંડાના ઉત્પાદનનો ખર્ચ માથે પડી રહ્યો છે. આ દરમિયાન મંગળવારની બપોરે વ્યારા માર્કેટયાર્ડમાં વેપારીઓએ ભીંડાની એક મણ ખરીદીનો ભાવ 235 રૂપિયા હોવાનું જાહેર કરતા દૂર-દૂરથી વાહનોમાં મોંઘુ પેટ્રોલ, ડીઝલ પુરાવીને માલ વેચવા આવતા ખેડૂતો ઉંચા-નીચા થયા હતા.
જો કે, ઉપર પણ ભાવ મળતા ન હોવાને લીધે વેપારીઓ વધારે ભાવ આપવા તૈયાર ન થતા ખેતીવાડી બજાર સમિતિ વચ્ચે પડી હતી તેમજ ખોટ ખાઈને પણ 320 રૂપિયા સુધીમાં ભીંડાની ખરીદી કરવા માટે વેપારીઓને મનાવ્યા હતા. જો કે, ખેડૂતોને નક્કી કરેલ ભાવો મંજુર ન હોવાને લીધે ખેડૂતો તથા વેપારીઓની સાથે ગજગ્રાહ થયો હતો.
જેમાં ખેડૂતોએ કેટલાક વેપારીઓના વજન કાંટા સહીત કાઉન્ટરો તોડી પાડયા હતા. કાઉન્ટર પરથી નાણાં પણ ગાયબ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આની સાથે જ વેપારીઓએ ખરીદ્યા હોય એ ભીડાનો જથ્થો પણ જમીન પર વેર વિખેર કરવામાં આવ્યો હતો. આ મામલો ગરમાતા વ્યારા પોલીસ પહોંચી ગઈ હતી. આની સાથે જ વેપારીઓ હરાજી વચ્ચે છોડીને ઘરે ચાલ્યા ગયા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…