
આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો પોતાના જીવનમાં આવતી નાની નાની સમસ્યાથી જલ્દી હાર માનીલે છે. પરંતુ કોઈ પણ સમસ્યા એવી નથી કે જેનો કોઈ ઉકેલ ના મળે, કોઈ વાર વેલા મળે તો કોઈ વાર થોડો વધારે સમય લાગે પણ સમસ્યાનો ઉકેલ તો મળી જ આવે છે. પણ અત્યારે લોકોમાં સહન શક્તિ ઓછી થતી જોવા મળે છે. અને દુઃખ આવતા હતાશ થઇ ને એવું પગલું ભરી લે છે કે આખા પરિવાર ને દુઃખી થવાનો વારો આવે છે.
આજે આપણે આવીજ એક ઘટના વિષે ચર્ચા કરીશું આ ઘટના જુનાગઢમાં બની છે. જુનાગઢમાં એક યુવતીએ પોતાનું જીવન ટુકાવી લીધું અને તેથી આખા વિસ્તારમાં દુઃખનો માહોલ છવાય ગયો છે. આ યુવતી હોસ્ટેલમાં રહી ને પોતાનો અભ્યાસ કરી રહી હતી. યુવતી નોબેલ કોલેજમાં ભણતી હતી. યુવતી ૨ નવેમ્બરે ગાયબ થઇ હતી, પરિવાર ને જાણ થતા પરિવારે શોધ ખોલ કરવાનું શરુ કર્યું.
પરિવાર યુવતીના ફોન માં ફોન કરી રહ્યા હતા અને તે ફોને હસ્નાપુર ડેમના ચોકીદારે ઉચક્યો. ત્યારે પોલીસ અને પરિવારના લોકો તરતજ હસ્નાપુર ડેમ પહોચ્યા. અને ત્યાર બાદ ૩ દિવસની શોધ ખોલ કરવામાં આવી અને યુવતીનો મૃતદેહ મળ્યો. જાણકારી અનુસાર, જયારે યુવતીએ પોતાનો જીવ ટુંકાવ્યું ત્યારે તેની કોલેજની એક મિત્ર પણ તે જગ્યાએ હાજર હતી.
ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે મોજુદ યુવતીની મીત્ર સાથે વાત કરી અને વાત કરતા જાણવા મળ્યું કે, મૃતક યુવતીને તેની જ કોલેજના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા ને તે યુવકની સગાઈ કોઈ બીજા જોડે થઇ ગઈ હતી અને તેથી યુવકે મૃતક યુવતી સાથે બધા સબંધ તોડી નાખ્યો અને વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.
અને આ કારણથી યુવતી ખુબજ હતાશ અને દુઃખી રહેવા લાગી હતી. તેને પોતાના પ્રેમીનો સંપર્ક કરવાનો ખુબજ પ્રયત્ન કર્યો પણ યુવકે તેની સાથે વાત ન કરી અને તેનાથી પ્રેમીએ આપેલો દગો સહન ના થતા તેને ડેમમાં જંપલાવીને પોતાનું જીવન ટુકાવ્યું. આ ઘટનાની જાણ જયારે પરિવારમાં થઇ ત્યારે પરિવારમાં માતમ છવાઈ ગયો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…