બોલિવૂડ પ્રખ્યાત અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ શરુ કરી ખેતી- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો

139
Published on: 10:58 am, Wed, 25 August 21

હાલમાં મોટાભાગના લોકો ખેતી બાજુ વળ્યા છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે હાલમાં ભલે ફિલ્મોથી દૂર હોય પણ તેના સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાના ચાહકોને તેના જીવનની કેટલીક અગત્યની બાબતોનો ભાગ બનાવતી હોય છે.

પ્રીતિએ થોડા સમય અગાઉ જ પોતાનો એક વીડિયો શેર કર્યો છે કે, જેમાં તે ઉપલા શિમલા (Shimla) વિસ્તારના સફરજનના બગીચામાં ઉભેલી જોવા મળી રહી છે. આટલું જ નહીં, આ વીડિયોની સાથે પ્રીતિએ ચાહકોને એમ પણ કહ્યું હતું કે, હવે તે સત્તાવાર રીતે ખેડૂત બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

આની સાથે જ શિમલામાં તેના બગીચાઓની મુલાકાત લેશે. પ્રીતિ લગ્ન કર્યા પછીથી અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે તેમજ ઘણીવાર તેના અમેરિકન જીવનની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. પ્રીતિ આ દિવસોમાં શિમલામાં છે તેમજ સફરજનના ફળોને જોઈ તેને નાનપણની વસ્તુઓ યાદ આવી ગઈ છે.

પ્રીતિ આ વિડીયોમાં કહે છે કે, ‘હેલો મિત્રો, હું અહીં શિમલામાં મારા ફેમિલી ફાર્મ પર છું તેમજ જુઓ અહીં  ખુબસુંદર સફરજન છે. કારણ કે, આ દિવસોમાં સફરજનની સીઝન ચાલી રહી છે તેમજ વરસાદ પડી રહ્યો છે, વાળ ભૂખરા થઈ ગયા છે પરંતુ હું ખૂબ ખુશ છું.

કારણ કે, સફરજનને જોઈ મને ખુબ આનંદ થાય છે તેમજ મારા નાનપણની યાદો તાજી થાય છે. પ્રીતિ વધુમાં જણાવે છે કે, ‘હિમાચલના સફરજન સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ સફરજન છે. આ ખેતીનું જીવન છે તેમજ હવે હું સત્તાવાર રીતે ખેડૂત બની છું, જેથી ફક્ત હવે જ નહીં, હું હંમેશા અહીં જ રહીશ.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

આ ખેતરમાંથી તાજા સફરજન ખાતી હતી. પ્રીતિએ આ પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે, 2 વર્ષ અગાઉ સત્તાવાર ખેડૂત બની હતી તેમજ હવે તે હિમાચલ પ્રદેશના સફરજન પટ્ટાના ખેડૂતોના આ સમુદાયનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. પ્રીતિ ઝિન્ટાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘દિલ સે’ થી કરી હતી. આની સાથે જ ‘સૈનિક’, ‘કલ હો ના હો’, ‘વીર-ઝારા’, ‘કોઈ મિલ ગયા’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષ 2016માં જેન ગુડનફની સાથે લગ્ન કર્યા પછી પ્રીતિ અમેરિકામાં સ્થાયી થઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…