નાનપણથી જ અનેક મુશ્કેલીનો સામનો કરી રમતક્ષેત્રે દેશને ગોલ્ડ મેડલ અપાવીને ખેડુપુત્રએ રચી દીધો ઇતિહાસ

Published on: 6:34 pm, Sat, 4 September 21

ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. શનિવારે તેણે બેડમિન્ટનની પુરુષ સિંગલ્સ SL3 ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના વિશ્વ નંબર 2 ડેનિયલ બેથેલને 21-14, 21-17થી હરાવ્યો હતો.

શરદ કુમાર બાદ હાલમાં ભારત માટે પ્રમોદ ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરીને બિહારની સાથે-સાથે સમગ્ર દેશનું સન્માન વધાર્યું છે. તેણે બેડમિન્ટનમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. મેડલ જીત્યા પછી તેમના ગામમાં ઉજવણીનું વાતાવરણ છવાયેલું છે.

પ્રમોદ બિહારના હાજીપુરનો છે. આપને જાણીને આશ્વર્ય થશે કે,  ફક્ત 5 વર્ષની ઉંમરે તેના પગમાં પોલિયો થયો હતો. જેને લીધે તેની વધુ સારી સારવાર માટે ઓડિશા ગયા હતા. જ્યાં તેણે પોતાની નબળાઈને તાકાત બનાવી અને બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. પ્રમોદના પિતા ગામમાં રહીને ખેતી કરે છે. પ્રમોદ એક ખેડૂતપુત્ર છે.

પિતા રામા ભગત કહે છે કે, “તેને નાનપણથી જ રમતગમતમાં રસ હતો. તે દરેકને હરાવી દેતો હતો. ત્યારપછી તેને પોલિયો થયો. દરેક તેનાથી નિરાશ થયા. તેની બહેન કિશુની દેવી અને સાળા કૈલાશ ભગતને કોઈ સંતાન નથી. જેથી તેને દત્તક લેવામાં આવ્યો હતો. ભુવનેશ્વરમાં તેમની સાથે રાખ્યો હતો.

તેમને ત્યાં શિક્ષણ મળ્યું હતું.તેણે ઇન્ટર પછી ITI કર્યું હતું. માલતી દેવી અને રમા ભગતનો 28 વર્ષનો પુત્ર પ્રમોદ ભગત હાલમાં ભુવનેશ્વરમાં આરોગ્ય વિભાગમાં કાર્યરત છે. પ્રમોદનો મોટો ભાઈ ગામમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. નાના ભાઈ શેખર ભુવનેશ્વરમાં ઇલેક્ટ્રિકલ પાર્ટ્સની દુકાન ચલાવે છે.

અપંગ વ્યક્તિ હોવા છતાં, પ્રમોદની રમતમાં રુચિ તેને આ બિંદુ સુધી દોરી ગઈ છે. આની પહેલા પણ વર્ષ 2006 માં તેમની ઓડિશા ટીમમાં પસંદગી થઇ હતી. તે જ સમયે વર્ષ 2019 માં તે રાષ્ટ્રીય ટીમમાં પસંદ થયો હતો. પ્રમોદને વર્ષ 2019 માં અર્જુન એવોર્ડ અને ઓડિશા સરકાર તરફથી બીજુ પટનાયક એવોર્ડ મળ્યો છે.

પ્રમોદ માટે આ વર્ષ શાનદાર રહ્યું:
વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગત માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેણે એપ્રિલમાં દુબઈ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. કોરોના મહામારીને કારણે ભગત એક વર્ષના વિરામ બાદ પરત ફર્યા હતા. સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત તેણે મનોજ સરકાર સાથે SL4-SL3 કેટેગરીમાં મિક્સ ડબલ્સ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ સહિત 45 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે. છેલ્લા આઠ વર્ષમાં તેણે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. વર્ષ 2018 પેરા એશિયન ગેમ્સમાં તેણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…