મફતમાં મળી રહ્યા છે સિલાઈ મશીન- છેલ્લી તારીખ પહેલા અહિયાં કરો આવેદન

Published on: 4:20 pm, Wed, 8 September 21

સરકાર દ્વારા અનેવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. કેટલીક યોજનાઓમાં મહિલાઓને રોજગાર પણ મળી રહેતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક યોજનાને લઈ જાણકારી સામે આવી છે કે, જે નાગરિકોએ જાણવી ખુબ જરૂરી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, ઓપરેશન ગ્રીન યોજના, મત્સ્ય સંપદા યોજના, વિવાદથી વિશ્વાસ યોજના તથા પ્રધાનમંત્રી કુસુમ યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે.

આવા સમયમાં મહિલાઓને આત્મનિર્ભર તથા સશક્ત બનાવવા માટે સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અનેકવિધ રીતે મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત જરૂરિયાતમંદ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે.

મહિલાઓ સિલાઈ મશીનથી પૈસા કમાઈને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. આ મશીન એક રીતે મહિલાઓને રોજગાર આપવાનું કાર્ય કરે છે. ગરીબ મહિલાઓને સરકારે વિનામૂલ્યે સિલાઈ મશીન આપવાનું કામ થાય છે કે, જેની મદદથી મહિલાઓ પોતાના પરિવારને આર્થિક મદદ કરી શકે છે.

આ રીતે ઉઠાવી શકો છો યોજનાનો લાભ:
ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કરનાર મહિલાઓની ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ. આ ઉંમરની મહિલાઓ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. આની ઉપરાંત યોજનાનો લાભ ઉઠાવવા માંગતી મહિલાઓના પતિની વાર્ષિક આવક 12,000 રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં. આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે સરકારે આ યોજના બહાર પાડી છે.

અરજી કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખો:
સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. વેબસાઈટથી અરજીપત્રક ડાઉનલોડ કરીને એમાં જરૂરી માહિતી આપવાની રહેશે. માહિતી આપ્યા પછી દસ્તાવેજોની કોપીને અરજીફોર્મની સાથે જોડીને યોજના ચાલતી હોય તેવા સરકારી કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે.

ત્યારપછી સરકાર તરફથી અપાયેલી જાણકારીની તપાસ થશે. તમામ જાણકારીઓ યોગ્ય જણાતા તમારા ઘરે સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, આ યોજના માર્ગ્ફ્તે ઘણી મહિલાઓને ઘરે બેઠા યોગ્ય રોજગાર મળી રહેશે.

અરજી કરતા પહેલા આ દસ્તાવેજો ચેક કરી લો:
અરજી કરતા પહેલા પરિવારનું આવક પ્રમાણપત્ર, ઓળખ પત્ર, જો મહિલા વિકલાંગ હોય તો વિકલાંગતાનું ચિકિત્સા પ્રમાણપત્ર, જો મહિલા વિધવા હોય તો તેનું નિરાશ્રિત વિધવા પ્રમાણપત્ર, સિલાઈ કાર્યનું પ્રમાણપત્ર, સામુદાયિક પ્રમાણપત્ર, અરજીકર્તા મહિલાનું આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઈઝનો ફોટોની જરૂર પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…