ચાર જ મહિનામાં લાખો રૂપિયાનો ચોખ્ખો નફો રળીને આપતી બટેટાની ખેતીમાંથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ- જાણો સંપૂર્ણ જાણકારી

176
Published on: 11:31 am, Sun, 24 October 21

શાકભાજીમાં સૌ કોઇની જો સૌપ્રથમ પસંદ હોય તો એ છે બટાકા. આ પરથી એવું પણ કહી શકાય કે, એટલે જ બટાકાને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. પકોડીથી માંડીને શાક, વેફર તેમજ ચાટ-પાપડ બનાવવામાં પણ બટાકાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

સમગ્ર દેશમાં બટાકાનો ઉપયોગ ખુબ મોટા પાયે કરવામાં આવે છે તેમજ ખેતી પ્રદાન દેશમાં બટાકાની ખેતી પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે. કારણ કે, ખુબ ઓછી મહેનતે વધુ કમાણી બટાકાની ખેતીમાંથી થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે, બટાકાની ખેતી માટે સૌથી ઉત્તમ સમય ઠંડીનો છે.

જો કે, કેટલાક ખેડૂત ભાઇઓ ઠંડી શરુ થાય એના પહેલાં જ બટાકાની પ્રારંભિક જાતોની ખેતી પણ કરવામાં આવતી હોય છે કે, જેનાથી ખુબ મોટા પ્રમાણમાં નફો મળી રહેતો હોય છે. બટાકાની ખેતી બંડ બનાવીને કરવામાં આવતી હોય છે કે, જેનાથી છોડ ખુબ સારી રીતે બેસી જતો હોય છે.

જો બંડ બનાવ્યા વિના ખેતી કરીએ તો અંદાજે દોઢ મહિના બાદ બટાકાના છોડ પર માટી ચડાવી દેવી જોઇએ. કારણ કે, છોડમાં બટાકા ઉપરની બાજુએ વધુ થાય છે. બટાકાના પાકને સૌથી મોટુ નુકસાન ઠારથી થતું હોય છે કે, જેનાથી બચાવવા માટે શેડ પણ બનાવી શકાય છે અથવા તો દવા પણ છાંટી શકાય છે.

બટાકાની ખેતી કરતા પહેલા ખેતરમાં છાણનું ખાતર ચોક્કસથી ઉમેરી દેવું જોઈએ. આમ, કરવાથી બટાકાનો ખુબ સારો એવું ઉતાર મળી રહે છે. બટાકાના ખુબ સારા ઉત્પાદન માટે યોગ્ય બીજ તથા ખેતીની યોગ્ય પદ્ધતિની પસંદગી પણ ખુબ મહત્વની છે.

જો જમીનની માટી સખત ના હોય તેમજ થોડી રેતાળ હોય એવી જમીન પર બટાકાની ખેતી યોગ્ય રીતે કરવામાં આવે તો આ ખેતી દરમિયાન નાના બીજને ઉગાડવા જોઇએ નહીં. આ બાબત ખેતીને નુકસાન કરે છે. બટાકાનું ઉત્પાદન અંદાજે 4 મહિનામાં તૈયાર થઈ જતું હોય છે.

ફક્ત 1 એકર જમીનમાં બટાકાની ખેતી પર આશરે 1.5 લાખ રુપિયા સુધીનો ખર્ચ થતો હોય છે. જ્યારે ઉત્પાદન 200 થી 250 ક્વિન્ટલ સુધી થઇ શકે છે. આવા સમયમાં જો બટાકાનો ભાવ માર્કેટ પ્રમાણે 15 રુપિયા પણ મળી જાય તો તમારું કુલ ઉત્પાદન 3.75 લાખ રુપિયામાં વેચાઈ જશે.

જેને લીધે આપને ચોખ્ખો 2.5 લાખ રુપીયાનો ચોખ્ખો નફો થઈ તેમજ જો બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી વધેલા ભાવે વેચશો તો નફો વધશે જ. બટાકાની મોટા પાયે ખેતી કરવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ કોન્ટ્રાક્ક ફાર્મિંગ છે કે, જેમાં અગાઉથી જ ભાવ લઇને કોન્ટ્રાક્ટ કરી શકાય છે. આવામાં બજારમાં ભાવ ખુબ ઓછો હોય તો પણ તમારો નફો યથાવત રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…