રાજ્ય સરકારની મરણોત્તર સહાય યોજના અંતર્ગત મળશે 5000 રૂપિયાની સહાય- જાણો સંપૂર્ણ માહિતી

248
Published on: 11:10 am, Thu, 23 September 21

રાજ્ય સરકારે રાજ્યના નાગરિક જીવિત હોય ત્યાં સુધી વિવિધ સહાય ચુકવતી હોય છે. આ ઉપરાંત, મરણ બાદ પણ મરણોત્તર ક્રિયા માટે સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત 5000 રૂપિયાની સહાય મળે છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતનાં કારણે અનુસૂચિત જાતિના લોકોને કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે માત્ર 5000 રૂપિયાની સહાય કરવામાં આવી રહી છે.

લાભ લેવા માટે રજૂ કરવામાં દસ્તાવેજ:
રહેઠાણનો પુરાવો – લાઇટ બિલ, લાઇસન્સ, ચૂંટણી કાર્ડમાંથી કોઈપણ એક, મૃત્યુ નોંધનો દાખલો, અરજદાર નાં નામનું બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો.

નિયમો અને શરતો:
મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદાર ફક્ત અનુસૂચિત જાતિના હોવા જરૂરી છે. અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયાથી વધુ જ હોવી જોઈએ. મૃત્યુના 6 મહિનાની સમય મર્યાદામાં અરજી કરી. ફરજિયાત અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. મરણ પામનાર વ્યક્તિ ઘરના કોઇ એક જ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે.

તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે ઑનલાઇન અરજી કરવી પડશે. જે તમે કોમ્પ્યુટર ઓપરેટર, VCE, CSC સેન્ટર દ્રારા કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…