કેન્દ્ર-રાજ્ય સરકારની અનેકવિધ ફાયદાકારક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક નવીનત્તમ યોજનાને લઈ અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને ખુબ ઉપયોગી સાબિત થશે. આની સાથે-સાથે મુશ્કેલીનાં સમયમાં આ યોજનામાં મળવાપાત્ર રકમ ઉપયોગી બનશે.
ખુબ ઓછા જોખમ સામે મળશે સારું એવું રિટર્ન:
કેટલાક રોકાણ ખુબ ઓછા રિટર્નવાળા સુરક્ષિત રોકાણ યોજનાઓને વધારે પસંદ કરતા હોય છે. કારણ કે, તેમાં ખુબ ઓછુ જોખમ રહેલુ હોય છે. જો તમે પણ ખુબ ઓછુ જોખમવાળું રિટર્ન અથવા તો રોકાણનો વિકલ્પ શોધી રહ્યાં હો તો પોસ્ટ ઓફિસની આ યોજના તમને ખુબ મદદરૂપ થઈ શકે છે.
ભારતીય પોસ્ટ દ્વારા અપાતી ગ્રામ સુરક્ષા યોજના એક એવો વિકલ્પ છે કે, જેમાં ખુબ ઓછામાં ઓછા જોખમ સામે ખુબ સારું એવું રિટર્ન મેળવી શકો છો. ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત બોનસની સાથે નક્કી કરેલ રકમ અથવા તો 80 વર્ષની ઉંમરે અથવા મૃત્યુની સ્થિતિમાં નોમિની તરીકે તેમણે પસંદ કરેલ વ્યક્તિ એમ જે પહેલા હોય તેને મળી શકે છે.
નિયમો અને શરતો:
19 થી લઈને 55 વર્ષની ઉંમરની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક આ વીમા યોજનાનો લાભ મેળવી શકે છે. જ્યારે આ યોજના અંતર્ગત ન્યૂનત્તમ વીમા રકમ 10,000 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ યોજનાના પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક તથા વાર્ષિક કરી શકો છો.
ગ્રાહકને પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો સમય આપવામાં આવતો હોય છે. આની સાથોસાથ જ પોલિસીના સમયગાળા દરમ્યાન કોઈપણ ભૂલ થાય તો તેવી પરીસ્થિતિમાં ગ્રાહક પોલિસીને ફરીથી શરૂ કરવા માટે બાકી પ્રિમિયમની ચૂકવણી કરી શકે છે.
સરેન્ડર કરી શકે છે પોલિસી:
ગ્રાહક 3 વર્ષ પછી પોલિસીને સરેન્ડર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, આવી પરીસ્થિતિમાં ગ્રાહકને કોઈપણ લાભ મળી શકશે નહીં. પોલિસીનું સૌથી મોટું આકર્ષણ ભારતીય પોસ્ટ દ્વારા અપાતુ બોનસ છે તેમજ અંતિમ બોનસ દર વર્ષે 65 રૂપિયા દીઠ 1000 રૂપિયાની ખાતરી આપવામાં આવી હતી.
પાકતી મુદ્દતનો લાભ:
જો કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરે 10 લાખની ગ્રામ સુરક્ષા પોલિસીની ખરીદી કરે તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા તેમજ 60 વર્ષ માટે 1411 રૂપિયા રહેશે. પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાનો મેચ્યોરિટી બેનિફિટ પણ મળશે. જયારે 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનિફિટ 34.60 લાખ રૂપિયા મળી રહેશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…