પોરબંદર-વેરાવળ હાઇવે પર સર્જાઈ કરુંણાતિકા- ભયંકર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના સુરજ આથમ્યા

238
Published on: 12:58 pm, Fri, 17 September 21

ગુજરાત: પોરબંદર-વેરાવળ હાઈવે (High-way) પરથી ગંભીર અકસ્માત (Accident) ની ઘટના સામે આવી રહી છે કે, જેમાં કાર ચાલક ખંભાળિયા (Khambhaliya) ના ખજૂરીયાથી માંગરોળ (Mangrol) ના લોએજ ગામમાં જતી વખતે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની આ ઘટનામાં કાર ડિવાઈડરની સાથે અથડાતા કારે અચાનક પલટી મારી હતી કે, જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના મોત થયા હતા કે, જ્યારે 2 લોકોને ખુબ ગંભીર ઈજા પહોંચતા સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાયો છે.

ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે સર્જાયો અકસ્માત:
ચીકાસા તથા નરવાઈ ગામ વચ્ચે કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિકો મદદ માટે પહોંચી ગયા હતા તથા તાત્કાલિકપણે 108નો સંપર્ક કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના થયા મૃત્યુ:
મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં મોત પામનાર મૃતકો ખંભાળીયાના હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં કિશન, મયુર તથા ઘેલું ચંદ્રાવાડિયાનું મોત થયું છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પોરબંદરમાં લઈ જવાયા છે.

માર્ગ અક્સમાંતની આવી જ અનેકવિધ ઘટનાઓ સમગ્ર રાજ્યમાંથી અવારનવાર સામે આવતી હોય છે. ઘણીવાર ભયંકર આગ ભભૂકી ઉઠતા અથવા તો અન્ય કોઈ કારણોસર અકસ્માત સર્જાતા રહેતા હોય છે ત્યારે કેટલાક પરિવારોને પોતાનો આધાર તેમજ પ્રિય સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે.

જેને કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. ઘણીવાર તો આવા આઘાતને કારણે પરિવારજનો બેભાન થઈ જતા હોય છે તેમજ ભાન ભૂલી જતા હોય છે. આવા એક ભયંકર માર્ગ અકસ્માતની આ ઘટના સામે આવી હતી કે, જેમાં એક જ પરિવારના 3 લોકોના કરુણ મોત થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…