દરરોજ અવશ્યપણે કરો આ ફળનું સેવન, ગંભીરમાં ગંભીર બીમારી થઈ જશે એકદમ દુર- જાણો અન્ય ચમત્કારિક ફાયદા

170
Published on: 1:23 pm, Sun, 31 October 21

આપને જાણ ન હોય તો કહી દઈએ કે, દાડમને પોષણનું પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે તેમજ દાડમના બીજમાં રહેલ ફાઈટોકેમિકલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ તથા વિટામિન-C હજારો વર્ષોથી ઔષધીય ગુણો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દેશમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

આની સિવાય અમેરિકા, અફઘાનિસ્તાન, રશિયા, ચીન અને જાપાનમાં પણ એનું ઉત્પાદન થાય છે. દાડમના લાલ રંગમાં પૉલીફેનોલ્સ હોય છે કે, જે એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. દાડમમાં રહેલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો આર્થરાઇટીઝ એટલે કે, હાડકાના વિકારોમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

આની સિવાય દાડમનો રસ ધમનીઓને સુધારીને બ્લડ ફ્લોને સુધારવાનું કામ કરે છે. આથી એને ડાયેટમાં સામેલ કરવાથી બ્લડ સુગર, બ્લડ પ્રેશર, રોગપ્રતિકારક શક્તિ, પાચન તેમજ યાદશક્તિ સંબંધિત તમામ સમસ્યામાંથી રાહત મળે છે. આયુર્વેદ નિષ્ણાતો દરરોજ દાડમ ખાવાનું સૂચન કરે છે.

સાથે જ દાડમ ખાવાથી વધારે પડતી તરસ તેમજ બળતરાથી રાહત મળે છે. જે આપણા સ્પર્મ કાઉન્ટ તથા સીમેન ક્વોલિટીમાં સુધારો કરે છે. આસાનીથી સુપાચ્ય દાડમ ડાયેરિયા, અંટસ્ટાઇનલ ડિસોર્ડર તેમજ અલ્સેરેટિવ કોલાઇટિસની સમસ્યાને દૂર કરે છે. દાડમ ખાવાથી મગજ તેજ થાય છે તેમજ રોગપ્રતિકારક શક્તિ, બોડી સ્ટ્રેંથમાં વધારો થાય છે.

હાયપરટેન્શન તેમજ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખનાર દાડમ આપણા હૃદયના સ્વાસ્થ્ય ખુબ સારું મનાય છે. જેમાં રેડ વાઈન તેમજ ગ્રીન ટી કરતાં વધારે એન્ટીઓક્સીડેન્ટ રહેલ છે કે, જેથી તેને બેસ્ટ એન્ટી-ઈન્ફ્લેમેટરી ફૂડ કહેવું ખોટું નહીં હોય. સાથે જ તે ફ્રી રેડિકલ દૂર કરે છે તેમજ કોષોને નુકસાનથી બચાવે છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, મીઠુ દાડમ ત્રિદોષ (વાત, પિત્ત અને કફ) ને સંતુલિત કરવા માટે ખૂબ જ અસરકારક નીવડે છે, જ્યારે ખાટા દાડમ વાત તેમજ કફને સંતુલિત કરે છે તથા પિત્તમાં વધારો કરે છે. દાડમ આપણી ત્વચા, વાળ તેમજ આંતરડા માટે ખૂબ ફાયદાકારક હોવાનું મનાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…