આ લેડી સિંઘમનું નામ પડતા જ રીઢા ગુનેગારો પણ થરથર કાપવા લાગે છે, 18 વર્ષના કાર્યકાળમાં થયા છે 41 ટ્રાન્સફર

205
Published on: 2:09 pm, Sat, 25 September 21

બાળપણમાં સંસ્કાર તેમજ કંઈક નવું કરવાની વૃત્તિ ધરાવતા લોકો આ દુનિયામાં આગળ જતા સફળતા મેળવી શકતા હોય છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની જણાવવા જઈ રહ્યા છીએ. સાધારણ પરિવારમાંથી આવતી એક દીકરીના પિતાએ સ્વપ્ન જોયુ હતું કે, તેમની દીકરી તેમનું નામ રોશન કરે.

પિતાએ નાનપણથી જ દીકરીને ભણાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી તેમજ દેશની સેવા કરવાનું શિક્ષણ તથા સંસ્કારનું સિંચન કર્યું હતું. પિતાએ માત્ર 8 વર્ષની ઉંમરમાં જ દીકરીને શીખવવાનું શરૂ કરી દીધું હતું કે, તેને એક દિવસ પોલીસમાં જઇને દેશ-સમાજની સેવા કરવાની છે.

આ ઘટના કર્ણાટકના એક દૂરસંચાર એન્જિનિયરની દીકરી IPS ડી રૂપાની છે. તેઓ કર્ણાટકનાં સૌપ્રથમ મહિલા IPS અધિકારી છે. કર્ણાટક પોલીસમાં રૂપા ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે, IG રહી ચુકી છે ત્યારે આપને જણાવી દઈએ કે, રૂપાના પિતા એસ.દિવાકર એક દૂરસંચાર વિભાગમાં એન્જિનિયર હતા.

જયારે માતા હેમાવતી પોસ્ટ વિભાગમાં કામ કરતી હતી. હાલમાં તેઓ બંન્ને નિવૃત છે. રૂપાની એક નાની બહેન પણ છે કે, જેનું નામ રોહિણી છે. જે પણ એક IRS અધિકારી છે તેમજ ચેન્નઇનાં આયકર વિભાગમાં જોઇન્ટ કમિશનર તરીકે કામ કરી રહી છે.

રૂપા ભરતનાટ્યમ ડાન્સર પણ છે. વર્ષ 2000 બેચની IPS અધિકારી ડી રૂપાએ પોતાના કરિયરમાં કેલ્તિક કાર્યવાહીઓ કરી છે. જયારે તેણે IAAS મુનીશ મૌદગિલની સાથે લગ્ન પણ કર્યા છે. નેતાઓ સાથે ટકરાવવાને લીધે રૂપાના 18 વર્ષનાં પોતાના કાર્યકાળમાં 41થી વધારે વાર ટ્રાન્સફર થઇ ચૂક્યું છે.

જયારે તેઓ કર્ણાટકનાં સૌથી હિમ્મતવાન તથા નીડર ઓફિસર હતા. રૂપાને નાનપણથી જ પોલીસ બનવાનો શોખ હતો. રૂપા 24 વર્ષની ઉંમરમાં જ પોલીસ વિભાગમાં જોડાઈ ગઈ હતી. તેમણે સૌપ્રથમ પ્રયાસમાં જ UPSCની પરીક્ષા 43 માં સ્થાન સાથે અખિલ ભારતીય રેન્ક સાથે પાસ કરી હતી.

જયારે IPSની તાલીમ માટે તેઓ ગયા ત્યારે તેમને પોતાની બેચમાં પાંચમું સ્થાન મળ્યું હતું. આની સાથે-સાથે જ તેઓ એક ખુબ સારી નિશાનેબાજ છે. NCC કૈડેટના રૂપમાં શૂટિંગ સ્પર્ધા વખતે તેમજ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં IPSની ટ્રેનિગ વખતે તેની આવડત તથા કુશળતાનું પ્રદર્શન કર્યું હતું.

તેઓ જણાવે છે કે, જ્યારે હું 8 વર્ષની હતી ત્યારે મારા પિતાએ મને એક સ્વપ્ન આપતા કહ્યું હતું કે, દીકરી તારે IAS અથવા IPS અધિકારી બનવાનું છે. તેમણે મને સમજાવ્યું હતું કે, એક વહીવટી સેવા તથા પોલીસ સેવા શું છે? એ સમયે મને કાંઇ ખ્યાલ ના આવ્યો પણ IPSની વાત મારા મગજમાં છપાઇ ગઇ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…