પોલીસે લક્ઝુરિયસ કાર સાથે ‘બકરી ચોર’ને ઝડપી પાડ્યો- ડીકીમાં એટલા બકરા ભર્યા હતા કે…

138
Published on: 10:22 am, Mon, 13 December 21

પશુ ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, આ પહેલા પણ ઘણા એવા બનાવો સામે આવ્યા હતા કે જેમાં પશુઓની દિન-દહાડે ચોરી થઈ રહી હતી. આ ઘટનાના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા કે જેમાં, સાફ દેખાતું હતું કે કેવી રીતે પશુઓની ચોરી કરતા હતા. હાલ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિ મોંઘી કારમાં બકરીઓની ચોરી કરતો ઝડપાયો હતો. આ પહેલા પણ ગાયોની ચોરીની ઘટના સામે આવી છે, પરંતુ હાલ આ ‘બકરી ચોર’ની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.

પોલીસે એક લક્ઝુરિયસ કાર સાથે આ યુવકની ધરપકડ કરી હતી. પોલીસે આ પહેલા ક્યારેય આવી ચોરી નજરે જોઈ નહોતી. પોલીસે જ્યારે આ યુવકને ઝડપી પાડયો, ત્યારે તેની ગાડી તપાસી ત્યારે ડીકીમાંથી નવ જેટલા બકરા-બકરી મળ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે બાતમી મળતા અમે આ ચોરને ઝડપી પાડયો છે.

મકનપુર ગામમાં રહેતા એક વ્યક્તિ પોતાના બકરા ચરાવવા માટે દરરોજ નીકળતા હતા. ગામથી થોડે દુર વ્યક્તિ રસ્તા ઉપર બેઠો હતો અને બકરા ચરાવી રહ્યો હતો. આ દરમિયાન એક યુવક હોન્ડા સિટી કાર લઈને આવે છે અને જયા બકરા ચરી રહ્યા હતા ત્યાં કાર ઉભી રાખે છે. ત્યારબાદ આ યુવક એક–એક કરીને નવ બકરા બકરી અને પોતાના કારની પાછળની સીટ અને ડિકીમાં ભરી દે છે અને ફરાર થઈ જાય છે. બકરાં ચરાવનાર વ્યક્તિ કઈ સમજે એ પહેલા જ યુવક ત્યાંથી ફરાર થઈ જાય છે. અને ત્યારબાદ આ તમામ ઘટનાની જાણકારી પોલીસને મળે છે.

પોલીસ તાત્કાલિક ઘટનાની તપાસ હાથ ધરે છે, અને સલમાન નામના યુવકની ધરપકડ કરે છે. પોલીસે વધુમાં કહેતા જણાવ્યું હતું કે, આ પહેલા પણ આ ચોરે આસપાસના વિસ્તારમાંથી બકરા ચોરી કર્યા છે. પરંતુ આ વખતે ખેડૂતની સક્રિયતાના કારણે આ ‘બકરા ચોર’ ઝડપાયો છે.

પોલીસે તમામ ઘટનાની જાણકારી મેળવી, સલમાન વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી અને રવિવારના રોજ જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આરોપી સલમાન જણાવતા કહ્યું, ‘મેં બકરા ચોરવા જ આ કારનો ખર્ચો કર્યો હતો.’ આ પહેલા પણ તેણે ઘણા વિસ્તારો માંથી બકરી ની ચોરી કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…