અમદાવાદમાં પોલીસ જવાનોએ મહેકાવી માનવતા: પાણીના ધસમસતા પ્રવાહમાં હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો-દર્દીને બચાવ્યા

171
Published on: 6:49 pm, Mon, 11 July 22

અમદાવાદ: શહેરમાં રવિવારના સાંજના 7 વાગ્યાની આસપાસથી મુશળધાર વરસાદ વરસવાનું શરુ થયું હતું. ત્યાર બાદ રાતના 12 વાગ્યા સુધી સાંબેલાધાર વરસાદથી ભારે ખાનાખરાબી થઈ હતી. શહેરમાં સરેરાશ 14 ઇંચ, જ્યારે ઉસ્માનપુરામાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હતા. કુદરતે એવો તો કહેર વરસાવ્યો કે બાળકોથી લઈ વૃદ્ધોની હાલત કફોડી થઈ હતી.

અતિ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત આજે પણ અનેક વિસ્તારોમાં લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી છે, ત્યારે હોસ્પિટલમાં પણ આ જ સ્થિતિ છે. શહેરમાં હાલાકી વચ્ચે માનવતા મહેકાવતી તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં હોસ્પિટલમાં ફસાયેલાં બાળકોને પોલીસ જવાન બહાર લાવતાં દૃશ્યો સામે આવ્યાં છે, જે ખાખીને સલામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હરહંમેશની જેમ પોલીસ જ મદદે આવી:
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ વરસાદને કારણે પાણીથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા લોકોએ કઈ રીતે હોસ્પિટલમાં જવું અને બહાર આવવું એ વિશે વિચારી રહ્યા હતા. આ સમયે હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો અને દર્દીઓની મદદે હરહંમેશની જેમ પોલીસ આવી છે.

પોલીસ પોતાના સ્વજનની જેમ દર્દી અને બાળકોને હાથમાં ઊંચકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે. આ સમગ્ર દૃશ્ય ખાખીની નિઃસ્વાર્થ સેવા જ દર્શાવે છે. મોડી સાંજે જે શરૂ થયેલા વરસાદે રાત પડતાં તો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.  તેથી જ્યાં પાણી ભરાઇ ગયા હોય ત્યાં પણ લોકોને પોલીસે મદદ કરી છે.

લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો:
શહેરમાં જળબંબાકારની સ્થિતિને પગલે અંદાજે પાંચ હજાર મકાનમાં પાણી ઘૂસી ગયાં હતાં. એક હજારથી વધુ ગાડીઓ અને 3 હજારથી વધુ ટૂ-વ્હીલરોને નુકસાન થયું છે. નાની ચાલીમાં તેમજ ફ્લેટમાં નીચેના માળે રહેતા લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરવખરીમાં પલંગ, સોફા, અનાજ, ફ્રિજ, વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓનું ભારે નુકસાન થયું છે. તેમજ હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…