ઈન્સ્પેકટરે પોતાના ખીસામાંથી પૈસા આપીને રીક્ષાવાળાનો ભરી દીધો મેમો, જાણીને તમે પણ થઇ જશો ભાવુક

255
Published on: 5:47 pm, Mon, 23 May 22

આજ કાલ ભારતમાં ઘણી બધી જગ્યાએ લોકો પોલીસથી ડરતા હોય છે નિર્દોષ લોકોને પણ જ્યારે અન્યાય થાય ત્યારે પણ લોકો પોલીસ સુધી જતા ડરતા હોય છે. ભારતમાં ઘણીવાર અમુક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે બીજા ૯૫% સારા ને પ્રમાણિક કર્મચારીઓ પર ડાઘ લાગે છે. બીજી તરફ ઘણી બધી વખત પોલીસનું કાર્ય જોઇને ગર્વ અનુભવાય છે. આજે અમે એવીજ એક સાચી ઘટના વિષે જણાવીશું.

તમે ઘણીવાર પોલીસને નિર્દયતાથી કામ કરતા જોયા હશે ઘણાં પોલીસ કર્મીઓને ભ્રષ્ટાચારમાં ફસાયેલા જોવા મળશે તો અમુક પોલીસ કર્મીઓ એવા પણ જોવા મળશે જેને જોઇને ખરેખર અનુભવાય કે ભારતદેશમાં દરેક પોલીસકર્મીનું દિલ આવું સારું હોવું જોઈએ વાત કરીએ તમને તો નાગપુરના સીતાબર્ડી વિસ્તારની આ ઘટના છે જેમાં એક આમ માણસની મદદ કાયદો સમજાવીને પણ ખુશીથી કરવામાં આવી હતી.

કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જેઓ સમાજ માટે દર્પણ સમાન છે, જેઓ જનતા પ્રત્યે સંવેદનશીલ લાગણી ધરાવે છે. આવી સ્થિતિમાં અમે વાત કરી રહ્યા છીએ નાગપુરના એક પોલીસ અધિકારીની જેણે એક રિક્ષા ચાલક સાથે ઉદારતા દાખવી છે. વાસ્તવમાં ભારતદેશમાં રિક્ષાચાલકોની સંખ્યા ખુબજ છે અને ઘણાં બધા લોકોને મદદ પણ થાય છે પરિવહનમાં પણ લોકોને સરળતા પડે છે. ત્યારે ઘણી વાર પોલીસ રિક્ષાચાલકોને હેરાન કરતી હોવાની ફરિયાદ પણ ઉચ્ચ અધિકારીઓ સુધી પોહ્ચે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય પેહલાની આ વાત છે, જ્યારે નાગપુરના સીતાબર્ડી વિસ્તારમાં ટ્રાફિક ઝોનના એક હવાલદારે રોહિત ખડસે નામના ઓટો ચાલકને 2000નો દંડ ફટકાર્યો હતો.2000 હજાર રૂપિયાનું ચલણ ભરવું પડશે.તેની સાથે જ રિક્ષાવાળા રોહિત ખડસેનું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.રોહિત ખડસે પર અગાઉના વધુ ચલણ પેન્ડિંગ હતા તેના કારણે પોલીસે આ પગલું ભરેલું.

હવે જ્યારે પોલીસ રીક્ષાચાલકના હાથમાં રૂપિયા ૨૦૦૦નુ બીલ હાથમાં આપે છે ત્યારે તે ઘણો ડરી જાય છે કારણકે પોલીસે પકડેલું વાહન મેમોના  ભરીને છોડાવી શકાય તેટલા પૈસા તેની પાસે નોહતા જેથી તે શોકાતુર થઇ જાય છે, ચિંતામાં ગરકાવ થઇ જાય છે કે હવે તે પોતાનું વાહન કેવી રીતે છોડાવશે.પછી જેમ તેમ કરીને રોહિત આખરે પોલીસ સ્ટેશન પોહ્ચે છે.

જ્યારે રોહિત તેની ઓટો છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસકર્મીઓએ તેને કહ્યું કે તે પહેલા દંડ ભરી દો ત્યાર બાદ જ ઓટો મળશે. આ સાંભળીને રોહિત ખડસે ઘરે આવ્યો અને પરવીર સાથે તેના પુત્રની પિગી બેંક પોલીસ સ્ટેશન લઈ ગયો કારણ કે તેની પાસે પોલીસકર્મીને તેનું ચલણ ભરવા માટે પૂરતા પૈસા નથી. રિક્ષા ચાલકની આર્થિક સ્થિતિ જોઈને ટ્રાફિક ઝોનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અજય માલવિયાને દયા આવી અને તેણે બાળકના ગલ્લાના પૈસા પરત કર્યા અને પોતેજ પોતાના ખિસ્સામાંથી બધુ ચલણ ભરી દીધું.

ટ્રાફિક ઝોનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અજય માલવિયાની કામગીરીની ચારેકોર લોકો તરફથી ભરપુર પ્રશંશા કરવામાં આવી રહી છે લોકો કહી રહ્યા છે કે જો દેશમાં તમામ પોલીસકર્મીઓ આવા હોય તો જનતા અને નિર્દોષ લોકો માટે ખુબજ સારું રહેશે અને લોક્જો નિર્ભય બનીને પોલીસ પાસે પોતાના પ્રશ્નો લઈને જતા આનંદ પણ અનુભવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…