મજુરી કામ કરતા આ મજુરનું ધ્યાન રાખવા 24 કલાક તૈનાત છે પોલીસ જવાન- કારણ જાણી ચોંકી ઉઠશો

466
Published on: 2:48 pm, Thu, 19 August 21

તમે ઘણીવાર પોલીસને કોઈ સેલિબ્રિટી કે નેતાનું રક્ષણ કરતા જોયા હશે. પરંતુ મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાંથી એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મજૂર સાથે, એક પોલીસ જવાન 24 કલાક સુરક્ષામાં તૈનાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધું હાઈકોર્ટના આદેશ પર કરવામાં આવી રહ્યું છે. એટલે કે, હાઇકોર્ટે મજૂરને સુરક્ષા પૂરી પાડવા કહ્યું છે.

મળતી માહિતી મુજબ, મજૂરનું નામ તુલસીદાસ આહિરવાર છે, જે મૂળ ટીકમગઢ જિલ્લાના મવઇ ગામનો રહેવાસી છે. પરંતુ હાલમાં તે દિલ્હીમાં રહે છે અને અહીં મજૂર તરીકે કામ કરે છે. જ્યારે પણ કોઈ મજૂર દિલ્હીથી ટીકમગઢ આવે છે, ત્યારે પોલીસ તેની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહે છે. કારણ કે મજૂરે તેના જીવન માટે ખતરો દર્શાવતા હાઇકોર્ટ પાસેથી સુરક્ષા માંગી છે.

બેંક મેનેજરે લીધી હતી લાંચ
મળતી માહિતી મુજબ આ કેસ વર્ષ 2017 માં શરૂ થયો હતો. જ્યારે મવઇ ગામના બેંક મેનેજર કુમાર જૈને KCC ની મર્યાદા વધારવા માટે ઘાસીયા આહિરવાર નામના યુવક પાસેથી 4,000 રૂપિયાની લાંચ લીધી હતી. જ્યારે ઘાસિયાના ભત્રીજા તુલસીદાસને આ અંગે ખબર પડી ત્યારે તેમણે જબલપુર જઈને સીબીઆઈને ફરિયાદ કરી હતી. આ પછી સીબીઆઈએ બેંક મેનેજર પર નજર રાખવાનું શરૂ કર્યું અને લાંચ લેતી વખતે તેને રંગે હાથે પકડ્યો. આ કેસની સુનાવણી સીબીઆઈ કોર્ટમાં ચાલી રહી છે.

બેંક મેનેજર અને તેના સહયોગીઓએ તુલસીદાસ પર નિવેદન બદલવા માટે સતત દબાણ કર્યું પરંતુ તે રાજી ન થયા. દરમિયાન તુલસીદાસના ભત્રીજા શંકર આહિરવારનો મૃતદેહ જંગલમાં ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. તુલસીદાસે આ કેસમાં બેંકર મેનેજર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો અને જબલપુર હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તુલસીદાસે જણાવ્યું હતું કે આરોપીએ તેના ભત્રીજાની હત્યા કરી છે. તે હવે મને પણ મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. મારું જીવન જોખમમાં છે, તેથી મને સુરક્ષા પૂરી પાડવી જોઈએ.

પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત છે
આ મહિને 4 ઓગસ્ટે જબલપુર હાઇકોર્ટના જજ સંજય દ્વિવેદીએ સુનાવણી હાથ ધરતા ટીકમગઢ પોલીસને આદેશ આપ્યો છે કે તુલસીદાસની સુરક્ષામાં એક પોલીસ કર્મચારી તૈનાત રહેશે. તેથી, જ્યારે પણ તે કેસની સુનાવણી માટે ટીકમગઢ આવે છે, ત્યારે દિલ્હી પોલીસના જવાનો તેની સાથે તૈનાત હોય છે.