
આજ કાલ લોકો લગ્નને અનોખા બનાવવા માટે અવનવી તરકીબ આજમાવતા જોવા મળે છે. આજે આપણે એક એવીજ કંકોત્રી (kankotri) વિષે ચર્ચા કરીશું. અમરેલીના પોલીસ (Police) માં ફરજ બજવતાં યુવક-યુવતીએ એક અનોખી કંકોત્રી બનાવી છે. આપણે સૌ જાણીએ છીએ કે, સાયબર ક્રાઇમ (Cybercrime) ના ગુનાઓ ખુબજ વધી રહ્યા છીએ.
ત્યાં આ પોલીસ યુગલે સાયબર ક્રાઇમથી કેમ બચવું તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરીને એક નવો જ ચીલો ચીતર્યો છે. તમને પણ આ કંકોત્રી ખુબજ ગમશે. લગ્નની કંકોત્રી સામાન્ય રીતે એક-બે કે ચાર પાનાની જોવા મળે છે. પણ આ કપલની કંકોત્રી અનોખી છે, કારણકે તેમાં 27 પાનાં છે.
તમે આ કંકોત્રી જોશો તો તમે પણ એમ કહેશો કે આ કંકોત્રી આજીવન સાચવી રાખવી જોયે. નયનકુમાર સાવલીયા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં પોતાની ફરજ બજાવે છે. તેમની વાગ્દત્તા ધારા પણ તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારી છે.
નયન અને ધારાના લગ્ન 7 તારીખે છે. આ બંને પોલીસ કર્મચારીઓ સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં છવાય ચુક્યા છે. આ યુગલ પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પોતાના લગ્નમાં નયન અને ધારાએ એક અનોખો પ્રયાસ કર્યો છે.
આજકાલ સાયબર ક્રાઈમ અંગે ફરિયાદો ખુબજ વધી રહી છે. તેથી સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવ માટે ગુજરાત સરકારનું જનજાગૃતિ અભિયાન વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુ સાથે એક અનોખી કંકોત્રી બનાવી છે.
નયન સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ કંકોત્રી દ્વારા અમે સાયબર જાગૃતિને લગતી માહિતી લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યે છીએ. આ કંકોત્રીમાં સાયબર જાગૃતિને લગતી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કંકોત્રીમાં સાયબરના ભોગ બનતા કઈ રીતે અટકવું તેના વિષે માહિતી આપવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…