દેશવાસીઓના હિત તથા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ મોદી સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અવારનવાર બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. મેકિકલ ઈન્સ્યોરન્સની (Medical Insurance) સુવિધાઓથી વંચિત 40 કરોડથી વધુની આબાદી માટે સરકાર દ્વારા નવા હેલ્થ પ્લાન બનાવવામ આવ્યા છે.
સરકાર દ્વારા આની માટે 21 જેટલી વીમા કંપનીઓને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ પાયલેટ પ્રોજેક્ટને શરૂ કર્યા અગાઉ સરકાર નેશનલ હેલ્થ એથોરિટી તથા વીમા કંપનીઓ વચ્ચે MoU હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યા છે. આ કંપનીઓના પરિવારને વધુ સબ્સિડી વાળું કવર આપવામ આવશે.
40 કરોડથી વધુ લોકોને ‘PMJAY ક્લોન કવર’ આપશે સરકાર:
‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ નો લાભ હાલમાં અંદાજે 40 કરોડ ગરીબ પરિવારોને મળી રહ્યો છે. જેમાં સંપૂર્ણ પરિવારને 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળી રહેશે. એક વરિષ્ઠ સરકારી અધિકારી જણાવે છે કે, કંપનીઓ સ્વૈચ્છિક આધાર પર 40 કરોડથી વધારે લોકોને ‘PMJAY ક્લોન કવર’ આપશે.
આ ગ્રુપ કવર્સ એ પરિવારો માટે હશે કે, જેમની પાસે કોઈ પણ ચિકિત્સા વીમા નથી. ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ’ (UHC)ની તરફથી આ એક મોટું પગલું રહેશે. PMJAY યોજનાના 40 કરોડ લોકોની ઉપરાંત 3 કરોડ જેટલા લોકો રાજ્યોની અનેકવિધ યોજનાઓમાં કવર છે.
આ કારણે લોકો નથી ખરીદતા વીમો:
એકસાથે 40 કરોડથી વધુ લોકોને છુટ જાય છે. જેમની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ કવર નથી. તેમને ‘ મિસિંગ મિડિલ ‘ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ છે કે, આવા લોકો જે પોતે વીમો નથી ખરીદી શકતા કે નથી સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા.
સરકારને લાગી રહ્યું છે કે, કોરોનાને ધ્યાનમાં રાખી મેડિકલ કવર ન હોવાને લીધે આ ‘મિસિંગ મિડિલ’ સ્વાસ્થ્ય પર થનાર ખર્ચને લીધે ગરીબીનો શિકાર હોઈ શકે છે. હાલમાં જ થયેલ પ્રેજેન્ટેશનમાં નેશનલ હેલ્થ ઓથોરિટીના વરિષ્ટ સલાહકારે મેડિકલ વીમા કવર ન ખરીદવા માટે જાગૃતતાની કમી, ઓછું કવરેજ, મોંઘા પ્રોડક્ટ, ખર્ચો સહિત કેટલાક કારણો જણાવ્યા હતા.
શોર્ટલિસ્ટ થઈને 21 જેટલી કંપનીઓમાં મેક્સ બુપા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, રોયલ સુંદરમ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ તેમજ કેટલીક મોટી કંપનીઓના નામ સામેલ છે. આ કંપનીઓથી પાસેથી જાણકારીઓ આપતા કહેવામાં આવ્યું છે કે, જેમાં પ્રસ્તાવિક સમુહની માહિતી, જેમાં કવર કરવા પર વિચાર કરી રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…