યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ અર્થે PM મોદીએ BAPS સંસ્થાની મદદ માંગી- અડધી રાતે ફોન કરી કહ્યું…

1060
Published on: 3:04 pm, Tue, 1 March 22

હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધે(Russia-Ukraine war) સમગ્ર વિશ્વને(world) ચિંતિત કરી દીધા છે પરંતુ સૌથી વધારે સમસ્યાનો સામનો ત્યાના લોકોને કરવો પડે છે. ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પોલેન્ડ-રોમાનિયા સહિત સરહદે(Poland-Romania border) વિદ્યાર્થીઓને(Students) ભૂખ્યા અને તરસ્યા બેસવું પડ્યું છે. આની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) BAPS સંસ્થાનો(BAPS Institute) સંપર્ક કરી વિદ્યાર્થીઓને ભોજન સહિતની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. તેથી તેઓએ ત્યાં સુવિધાઓ પુરી પાડી છે, જે ભારત માટે ખુબ જ ગર્વની વાત છે.

જાણવા મળ્યું છે કે, BAPS સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીને મોદીનો ફોન આવ્યો અને તેમાં શું વાત થઈ તે ખુદ સ્વામીએ જ જણાવી છે. નરેન્દ્ર મોદી આ યુધ્ધને લઈને ખુબ જ ચિંતિત છે કારણ કે ત્યાં રહેતા આપણા નાગરિકોને આ યુધ્ધને લીધે ઘણી બધી અગવડોનો સામનો કરવો પડે છે. તે કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS સંસ્થાના મહંત સ્વામીનો સંપર્ક કર્યો હતો અને યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPSના સંતોને જણાવ્યું હતું કે, રોમાનિયા, પોલેન્ડ અને સોવાકિયા જેવા દેશોની સરહદો પર રઝળતા વિદ્યાર્થીઓ માટે હાલમાં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. આવી પરીસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવા માટે દેશભરમાં BAPSના સ્વયંસેવકોની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે. તેમણે વિદેશમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને બોર્ડર પર જઈને વિદ્યાર્થીઓને ખાવા-પીવા સહિતની તમામ સુવિધાઓ આપવા અપીલ કરી છે.

BAPSના સંત બ્રહ્મવિહારી દાસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે ફોન કરીને રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુધ્ધને કારણે બાળકોની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં પણ બાળકો અંગે ચિંતા હોય તેવું વ્યતીત થઈ રહ્યું હતું. તેમણે BAPS સંસ્થા સાથે સંકળાયેલા સ્વયંસેવકોને વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવવાનું સૂચન કર્યું છે. ત્યાં ફસાયેલા બાળકોની મદદ કરવા માટે મોદીએ BAPSના સંત બ્રહ્મવિહારી દાસને ફોન કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હાલ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને આપણા બાળકો ત્યાં ખુબ જ મુશ્કેલીમાં છે. તેઓને સમયસર પૂરતા પ્રમાણમાં ભોજન પણ પ્રાપ્ત થતું નથી. તમારા સ્વયંસેવકો દરેક જગ્યાએ છે માટે તમારે તમારા સ્વયંસેવકો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવી જરૂરી છે. જેથી તેઓને સમયસર ભોજન તો પ્રાપ્ત થઈ શકે. તે દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુઓએ મોબાઈલ કિચન શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. મળતી માહિતી અનુસાર આ રસોડા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકો બોર્ડર પર બેઠેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરશે, તેમજ ત્યાં જઈને તેમના માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો શક્ય હશે તો તેઓ મુશ્કેલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અન્ય આવશ્યક વસ્તુઓનું પણ વિતરણ કરશે.

સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં, જે વિદ્યાર્થીઓ હવે ત્યાં છે તેને ઝડપથી મદદ પહોંચાડવામાં આવે તો ઘણું સારું કામ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી ચિંતાઓના આધારે, BAPS સંસ્થા સાથે સંકળાયેલા વિદેશમાં રહેતા સ્વયંસેવકોએ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું છે તેમજ તેઓની જરૂરિયાતો પૂરી થઈ શકે તેવું કરવામાં આવી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…