
ખેડુતો ની મોટામાં મોટી સમસ્યા વીજળી અને પાણીની છે.આ સમસ્યા ને દૂર કરવા માટે સરકાર અનેક યોજનાઓ બહાર પાડે છે જેમની એક યોજના એટલે પીએમ કુસુમ યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતો તેના ખેતર માં સોલર પ્લેટ મુકાવે તો તેમાં તેને 60 ટકા સુધી ની સહાય મળી શકે છે. જેથી આ સોલારમાં એકઠી થયેલી ઊર્જાએ ખેતી ઉપકરણો અને પાણી ની મોટર ચલાવવામાં ઉપયોગી બને છે.
સરકારે આ યોજના ખેડૂતોની આવકને બમણી કરવાના ઉદ્દેશથી બનવામાં આવી છે. આ પીએમ કુસુમ યોજનાની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. 2020 માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આ યોજનાને અમલ માં લાવવાનું કાર્ય કરી હતું.
ખેતર માં સોલર પ્લેટ લગાવવાથી કઈ રીતે કમાણી થાય?
ખેતર માં સોલાર પેનલ લગાવીને વીજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. આ સાથે જ વધારાની વીજળી નું ઉત્પાદન કરી ગ્રીડ પર મોકલી અને કમાણી પણ કરી શકાય છે.આ યોજના ને ત્રણ ભાગ માં વહેચવામાં આવી છે. કમ્પોનન્ટ-એ, બી અને સી. ઘટક-એ માં ખેડૂતો એ પોતાની જમીન પર પોતાનો સોલર પ્લાન્ટ લગાવો પડશે. ઘટક બી અને સીમાં, ખેડૂતોના ઘરો અને તેમના ખેતરોમાં પમ્પ લગાવવાના હોય છે.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો હોય છે.ખેડૂત સોલાર પ્લાન્ટ પોતાના ખેતર પર લગાવશે અને પિયત માટેના ડીઝલ પંપને સોલાર પંપમાં ફેરવશે, તો ડીઝલનો ખર્ચ બચીજશે. આવા ખર્ચ ઘટવાથી ખેડૂતોની આવક માં વધારો થશે અને નફો પણ સારો મળશે.
સંયુક્ત સચિવ અમિતેશ કુમાર નું કહેવું છે કે સરકાર તરફ થી સોલાર પ્લેટ માટે યોજના બનાવામાં આવી છે.જે યોજના અંતર્ગત કોઈ ખેડૂત સોલાર પ્લેટ મુકાવવા માંગતા હોય તો તેને કેન્દ્ર સરકાર તરફથી 30 % સુધીની સબસીડી મળશે.
આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી https://mnre.gov.in/ પરથી જાણી શકાય છે.