ખેડૂતોને લઈ આવ્યા મોટા સમાચાર: ‘PM કિસાન સન્માન નિધિ’ યોજનાને લઈ મોદી સરકારે લીધો અગત્યનો નિર્ણય- જાણો જલ્દી…

166
Published on: 12:50 pm, Thu, 28 October 21

ખેડૂતોને આર્થિક રીતે મદદ મળી રહે એના માટે મોદી સરકાર દ્વારા અવારનવાર કેટલીક ફાયદાકારક યોજનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક આવી જ અન્ય યોજનાને લઈ જાણકારી સામે આવી છે. PM કિસાન સન્માન નિધિ યોજનામાં ખુબ મોટા ફેરફારો થયા છે.

આ યોજનામાં છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે કિસાન યોજના (PM KISAN Installment) માં નોંધણી કરાવવા માટે રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે રેશનકાર્ડ વિના હવે કિસાન યોજનાનો આગળનો હપ્તો નહીં મળે.

હવે આ યોજનાનો લાભ પીએમ કિસાન પોર્ટલ પર રેશન કાર્ડ નંબર દાખલ કર્યા બાદ જ મળશે. હવે આ યોજના હેઠળ નવી નોંધણી પર રેશનકાર્ડ નંબર આપવો ફરજિયાત બની રહેશે. જયારે, રેશન કાર્ડની ફરજિયાત આવશ્યકતા સાથે, હવે નોંધણી દરમિયાન ફક્ત દસ્તાવેજોની સોફ્ટ કોપી (પીડીએફ) બનાવવાની અને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

નોંધણીમાં નહીં થાય કોઈ ભૂલ:
આ અંતર્ગત આધાર કાર્ડ, બેંક પાસબુક અને ડિક્લેરેશનની હાર્ડ કોપી ફરજિયાત સબમિટ કરવાનું પણ દૂર કરી દેવામાં આવ્યું છે. હવે લાભાર્થીઓએ આ દસ્તાવેજોની PDF ફાઈલ બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આનાથી ખેડૂતોનો સમય બચશે તેમજ નવી સિસ્ટમમાં યોજના વધુ પારદર્શક બનશે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
તમારા માટે બેંક એકાઉન્ટ નંબર હોવો ફરજિયાત છે. કારણ કે, સરકાર DBT દ્વારા ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કરી રહી છે. તમારું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ. જયારે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આના વિના તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં.

આની સાથે જ તમારા દસ્તાવેજો PM કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરો. જયારે આધાર લિંક કરવા માટે, તમે ફાર્મર કોર્નરના વિકલ્પ પર જાઓ અને એડિટ આધાર વિગતોના વિકલ્પ પર ક્લિક કરીને અપડેટ કરો. આમ આ તમામ માહિતી અપલોડ કરો.

ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયા આવશે?
આ યોજના હેઠળ જે કોઈપણ ખેડૂતોને તેમના ખાતામાં PM કિસાનનો 9મો હપ્તો મળ્યો નથી તેમને હવે આગલા હપ્તાની સાથે અગાઉની રકમ પણ મળશ એટલે કે, હવે ખેડૂતોને 4000 રૂપિયા મળશે. આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે કે, જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…