
મોદી સરકાર ખેડૂતોને આર્થિક રીતે મદદ કરતી રહેતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક યોજનાને લઈ જાણકારી સામે આવી છે. દર વર્ષે અંદાજે 12.11 કરોડ ખેડૂતોને કિસાન સમ્માન નિધિયોજના મળી રહે છે. જો તમે ખેડૂત છો તથા મોદી સરકારની આ યોજનાનો લાભ નથી લીધો તો તમે જરા પણ મોડું કર્યા વગર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન કર્યા પછી વેરિફિકેશન થયા પછી તમે પણ 9મો હપ્તો મેળવી શકો છો.
જાણો કેવી રીતે કરશો અરજી?
પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે સૌપ્રથમ ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સાઈટ પર તમને ફાર્મર્સ કોર્નરન વિકલ્પમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારો આધાર નંબર, કેપ્ચા ભરવાનું રહેશે.
ત્યારબાદ એક ફોર્મ ખુલશે કે, જેમાં તમારી જાણકારી નાંખવાની રહેશે. બેંક એકાઉન્ટની જાણકારી પણ આપવાની રહેશે. આ સેવ કર્યા પછી એક નવું પેજ ખુલે તેમાં જમીનની વિગતો આપવાની રહેશે. જેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.
ખેડૂતના નામે જમીન હોવું જરૂરી:
નિયમ પ્રમાણે આ યોજનાનો લાભ લેવા માટે જમીન ખેડૂતના નામે હોવું ખુબ જરૂરી છે. આટલું નહીં ખેડૂતના દાદા કે પિતાના નામે જમીન છે તો પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. માત્ર એ ખેડૂતોને આ લાભ મળશે કે, જેના પોતાના નામ પર 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન હશે.
શું છે યોજના?
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતને વર્ષે કુલ 6,000 રૂપિયા 2000 રૂપિયાના હપ્તામાં મળે છે. આ યોજનામાં તમામ હપ્તામાં એક ખેડૂતને 2,000 રૂપિયાની રકમ ખાતામાં મળે છે. સરકારનું માનવું છે કે, આ યોજનાથી ખેડૂત પરિવાર પોતાની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મેળવી શકે છે. મોદી સરકારની આ યોજનાથી ખેડૂતો ખુશ થયા છે.
આ રીતે યાદીમાં ચેક કરો તમારું નામ:
સૌપ્રથમ તો તમે પીએમ કિસાન યોજનાની અધિકૃત સાઈટ પર ‘https://pmkisan.gov.in’ પર જાઓ.
અહીં હોમ પેજ પર તમને Farmers Cornerનો વિકલ્પ દેખાશે.
અહીં તમને Farmers Corner સેક્શનમાં Beneficiaries List પર ક્લિક કરો.
હવે ડ્રોપ ડાઉન લિસ્ટથી રાજ્ય, જિલ્લા તથા ઉપજિલ્લા સાથે બ્લોક અને ગામની વિગતો ભરવાની રહેશે.
ત્યારબાદ Get Report પર ક્લિક કરવાથી લાભાર્થીનું લિસ્ટ સામે આવશે. તેમાં તમારું નામ ચેક કરી શકો છો.