પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં થયો મોટો ફેરફાર- હવેથી જો આ કામ ન કર્યું તો નહીં મળે આર્થિક સહાય

202
Published on: 1:48 pm, Tue, 16 November 21

રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થતી કેટલીક યોજનાઓને મંજુરી આપવામાં આવતી હોય છે ત્યારે ઘણીવાર કેટલાક લોકો આ યોજનાનો જરૂર ન હોવા છતાં ખોટી રીતે લાભ ઉઠાવતા હોય છે. આવી કેટલીક યોજનાઓ પૈકીની એક છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.

આ યોજનામાં છેતરપિંડી થતી અટકાવવા માટે રેશનકાર્ડ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં પણ પોર્ટલ પર રેશનકાર્ડ નંબર દાખલ કર્યા બાદ જ, પતિ -પત્નીમાંથી કોઈપણ એકને કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો હપ્તો મળશે.

આ યોજના અંતર્ગત નવા રજીસ્ટ્રેશન પર રેશનકાર્ડ નંબર આપવો ફરજિયાત બની રહેશે. હવે પીએમ કિસાનની નોંધણીની સિસ્ટમમાં કેટલાક ફેરફાર કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે રેશનકાર્ડની આવશ્યકતાઓની સાથોસાથ દસ્તાવેજોની સોફ્ટ કોપી (PDF) બનાવવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

દસ્તાવેજોની હાર્ડકોપી સબમિટ કરવી જરૂરી નથી:
આ યોજના માટે નોંધણીની નવી સિસ્ટમ પ્રમાણે, રેશનકાર્ડ નંબર વગર હવે નોંધણી શક્ય નથી. આની સિવાય, આધાર કાર્ડ, બેંક પાસબુક હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. હવે દસ્તાવેજોની PDF ફાઈલ બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. જેથી ખેડૂતોનાં સમયની બચત થશે.

10 મો હપ્તો બેંક ખાતામાં ક્યારે જમા થશે ?
PM કિસાન સન્માન નિધિનો 10 મો હપ્તો 15 ડિસેમ્બર વર્ષ 2021 સુધીમાં આવવાની અપેક્ષા રહેલી છે. એવું કહેવામાં આવ્યું છે કે, 2000 રૂપિયાને બદલે આ હપ્તામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો કે, મોદી સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આનો લાભ મેળવવા માટે, તમારે PM કિસાન સન્માન નિધિ અંતર્ગત નોંધણી કરાવવી પડશે. આ યોજના અંતર્ગત તમામ ખેડૂતના બેંક ખાતામાં 2,000 રૂપિયાના 3 એકસરખા હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 12 કરોડથી વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચુક્યો છે.

સરકાર દ્વારા આ યોજનાના લાભાર્થીઓ માટે એક એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. સાથે જ આ યોજના અંતર્ગત ફક્ત એવ જ ખેડૂતોને લાભ મળે છે કે, જેમની પાસે 2 હેક્ટર એટલે કે 5 એકર ખેતીલાયક ખેતી રહેલી છે. હવે સરકાર દ્વારા હોલ્ડિંગની મર્યાદા પણ નાબૂદ કરી દેવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…