આ યોજના હેઠળ દેશના તમામ ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન- જલ્દી આ રીતે કરો આવેદન

264
Published on: 7:56 pm, Tue, 17 August 21

કેટલીક સરકારી યોજનાઓને લઈ હાલમાં એક જાણકારી સામે આવી છે. PM કિસાન સમ્માન નિધિ મેળવનાર ખેડૂતો માટે ખુશખબર આવ્યા છે. હવે ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે તેમજ સુરક્ષિત વૃદ્ધાવસ્થા માટે સરકાર દ્વારા પેન્શનની સુવિધા PM કિસાન માનધન યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત ખેડૂતોને 3,000 રૂપિયા સુધીનું પેન્શન મળી રહેશે. ચાલો જાણીએ આ યોજના વિશે.

ખેડૂતોને મળશે ગેરેન્ટીડ પેન્શન:
PM કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન અપાશે. ખાસ વાત તો એ છે કે, જો તમે PM કિસાનમાં ખાતાધારક છો, તો તમારે કોઈપણ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે નહીં. તમારુ સીધુ રજીસ્ટ્રેશન PM કિસાન માનધન યોજનામાં પણ કરવામાં આવશે. આ યોજનાના કેટલાક ઉમદા ફીચર્સ તથા બેનેફિટ પણ રહેલા છે.

શું છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના?
પ્રધાનમંત્રી કિસાન માનધન સ્કીમની વેબસાઇટ પર અપાયેલ જાણકારી પ્રમાણે, આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઇ રહેલી છે એટલે ,કે સરકાર દ્વારા ખેડૂતોના ગઢપણને સુરક્ષિત બનાવવા માટે તેની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીનો કોઇપણ ખેડૂત રોકાણ કરી શકે છે. જેની અંતર્ગત ખેડૂતને 3,000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળી રહે છે.

માનધન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:
આ યોજનામાં સામેલ થવા માટે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ખેતરનો લેન્ડ રેકોર્ડ, બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબર તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટોની જરૂર પડશે.

આની સાથે જ આ યોજનામાં રજીસ્ટર્ડ ખેડૂતને વય પ્રમાણે માસિક રોકાણ પર 60 વર્ષની ઉંમર બાદ ઓછામાં ઓછું 3,000 રૂપિયા અથવા વાર્ષિક 36,000 રૂપિયાનું વાર્ષિક ગેરેન્ટીડ પેન્શન મળી રહેશે. આની માટે ખેડૂતોએ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું માસિક રોકાણ કરવું પડશે.

આ યોજનામાં ફેમિલી પેન્શનની જોગવાઈ પણ રહેલી છે. ખાતાધારકના અવસાન પર, તેના જીવનસાથીને 50% પેન્શન મળશે. ફેમિલી પેન્શનમાં ફક્ત જીવનસાથીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PM કિસાન લાભાર્થીને કેવી રીતે લાભ થશે?
આ કિસાન યોજના અંતર્ગત, સરકાર પાત્ર ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે. આની સાથોસાથ જો તેના ખાતાધારકો પેન્શન યોજના PM કિસાન માનધનમાં ભાગ લે તો તેમની નોંધણી આસાનીથી થઈ જશે.

આની ઉપરાંત, જો ખેડૂત આ વિકલ્પ પસંદ કરે તો પેન્શન યોજનામાં દર મહિને કપાતું યોગદાન પણ આ 3 હપ્તામાં મળતી રકમમાંથી કાપવામાં આવશે એટલે કે, આની માટે પ્રધાનમંત્રી કિસાન ખાતાધારકે ખિસ્સામાંથી પૈસા કાઢવા પડશે નહીં.