કેન્દ્ર સરકારે જાહેર કર્યા 10 હપ્તો મળવાપાત્ર ખેડૂતોના નામની યાદી- જલ્દી અહિયાં તપાસો તમારું નામ છે કે નહિ?

186
Published on: 2:27 pm, Tue, 7 December 21

પીએમ કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Yojana)ના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 10મો હપ્તો મેળવવા માટે, સરકારે યોજના હેઠળ લાભાર્થીની સૂચિ (PM Kisan Beneficiary List) બહાર પાડી છે. રિપોર્ટ્સનું માનીએ તો PM કિસાન યોજનાના પૈસા 15 થી 25 ડિસેમ્બરની વચ્ચે ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. મોદી સરકારે આ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી લીધી છે. તમે અત્યારે જ સૂચિમાં તમારું નામ પણ ચકાસી શકો છો.

તમને જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકારે નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં 3 હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 9 હપ્તામાં નાણાં મોકલવામાં આવ્યા હતા. હવે દસમા હપ્તાના પૈસા ડિસેમ્બર મહિનામાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

દેશના 11.37 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા
કેન્દ્ર સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાં ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધીમાં, સરકારે દેશના 11.37 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કર્યા છે. હવે દસમા હપ્તા માટેના લાભાર્થી ખેડૂતોની યાદી પણ બહાર પાડવામાં આવી છે.

અત્યારે જ આ રીતે કરો ચેક…
1. સૌથી પહેલા PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
2. અહીં તમને જમણી બાજુએ ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ મળશે.
3. અહીં લાભાર્થી યાદીના વિકલ્પ પર ક્લિક કરો અને પછી એક નવું પેજ ખુલશે.
4. નવા પેજ પર, તમારે તમારા રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, બ્લોક અને ગામની વિગતો ભરવાની રહેશે.
5. આ પછી Get Report પર ક્લિક કરો. અહીં તમને તમામ લાભાર્થી ખેડૂતોની યાદી મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…