ચપટી વગાડતાં ખબર પડશે રસોડામાં રહેલું લાલ મરચું અસલી છે કે નકલી

Published on: 1:08 pm, Fri, 25 June 21

આજ જમાનામાં બ્યૂટી પ્રોડક્ટ્સથી લઈને ખાવા પીવાની વસ્તુઓનો સામનો ભેળસેળવાળો આવે છે. ખાવાની વસ્તુમાં મિલાવટ સ્વાદ જ નથી બગાડતુ પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ કરે છે.વધારે પૈસા કમાવા માટે લોકો મસાલામાં પણ ભેળસેળ કરવાથી પાછી પાની કરતા નથી.

ખાસ કરીને બજારમાં મળતા પિસેલા મરચાના મસાલામાં ભેળસેળનું ખૂબ પ્રમાણ હોય છે. તો આવો અમે તમારા માટે લઈને આવ્યા છીએ અમુક એવી ટિપ્સ જેનાથી તમે ઓળખી શકશો કે, આપ જે લાલ મરચું વાપરી રહ્યા છો, તે મસાલો અસલી છે કે, નકલી.

ઈંટનો ભુક્કો છે કે નહિ તે જાણવા માટે શું કરવું ?
તે જાણવા માટે પ્લેટમાં લાલ મરચાનો પાઉડર લઈને આંગળીના ટોચ પર ઘસો, જો આંગળી પર ભુક્કા જેવો પાઉડરનો ઘસારો દેખાઈ તો માની લેજો કે તેમા ઈંટનો પાવડર રહેલો છે.

લાલ મરચાં નો રંગ નકલી છે કે અસલી તે જાણવા માટે શું કરવું ?
અમુક લોકો એવા પણ હોય છે જે મરચા પાઉડરનો રંગ લાલ ચટ્ટાક દેખાય તે માટે નકલી રંગની ભેળસેળ કરતા હોય છે. ત્યારે આવા સમયે તે શુધ્ધતા તપાસવા માટે અડધો ગ્લાસ પાણીમાં અડધી ચમચી લાલ મરચુ પાઉડર નાખો. જો પાઉડર પાણીમાં ભળી જાય તો તેનો અર્થ છે કે, તે નકલી છે. કારણ કે શુદ્ધ લાલ મરચુ પાણીમાં ક્યારેય ઓગળ તું નથી.

સાબુ ની ભેળસેળ છે કે નહિ ?
લાલ મરચાના પાઉડરમાં અમુક લોકો સાબુની ભેળસેળ પણ કરે છે. તેને ઓળખવા માટે અડધા કપ પાણીમાં એક ચમચી લાલ મરચુ ભેળવો. જ્યારે તેના અવશેષ નીચે બેસી જાય તો તેને હથેળીમાં લઈને રગળો. જો હથેળીમાં ચોંટી રહે તો માની લેજો કે, મરચાં માં સાબુ ની ભેળસેળ કરવામાં આવેલી છે.