આજે આપણે એક એવી ખેતી વિષે ચર્ચા કરીશું જેનાથી તમારી આવક બમણી થશે. તમે આ ખેતી ઓછી ગુણવત્તા વાળી જમીનમાં પણ કરી શકો છો. મહેંદીની ખેતી કેવાથી તમે બમણી આવક મેળવી શકો છો. મહેંદીની ખેતી માટે સવથી વધુ રેતાળ જમીન માફક હોઈ છે.
પરંતુ ખારી, પથરીલી, ક્ષારવાળી જમીનમાં પણ તમે મેહેંદીની ખેતી કરી શકો છે. આ ખેતીમાં યોગ્ય આયોજન કરીને ખેડૂતો માલામાલ થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિમાં મહેંદીનું ખુબજ મહત્વનું સ્થાન છે. ઘણા એવા રાજ્ય છે જેમાં મહેંદીની ખુબજ સારી એવી ખેતી કરવામાં આવે છે.
લોકો વાળને ચમક આપવા માટે લગાવવાનું ખુબજ પસંદ કરે છે. સારા પ્રસંગોમાં પણ હાથ પર મહેંદી લગાવવામાં આવે છે. મહેંદીની ખેતી કરવા માટે જમીનનું pH મૂલ્ય 7.5 થી 8.5 હોવું જોઈએ. મેંદીના છોડ તમામ પ્રકારની શુષ્ક અને ઉષ્ણકટિબંધીય હવામાં સારી રીતે ઉગે છે.
મહેંદીની ખેતી માટે ફેબ્રુઆરી અને માર્ચ છોડ વાવવાનો સૌથી સારો સમય હોય છે. મહેંદીનું વાવેતર રોપાઓથી અથ વાતો બીજથી કરી શકો છો. વાવેતર પહેલા જમીનની અંદર હાજર તમામ નીંદણને જડમૂળથી ફેંકી દેવા ખુબજ જરૂરી છે. જમીનને ખેડયા પછી સમતળ કરવાની જરૂર હોય છે. ત્યાર બાદ મહેંદીનું વાવેતર કરવામાં આવે છે.
મહેંદીની ખેતીમાં વધુ ખર્ચ થતો નથી. જો તમે ઓછા ખર્ચે વધુ નફો મેળવા ઈચ્છો છો તો આ ખેતી તમારી માટે શ્રેષ્ટ છે. મહેંદીનું ઉત્પાદન કર્યા બાદ ખેડૂતો મહેંદી મોટી કંપનીઓને સીધી વચે છે અને સીધો નફો પ્રાપ્ત કરે છે. મહત્વની વાત એ છે કે મહેંદીનો પાક બગડવાની શક્યતા ખુબજ ઓછી હોય છે અને તેથી ખેડૂતને નુકસાન થવાની શક્યા ખુબજ ઓછી રહે છે.
મહેંદીના પાકમાં ઔષધીય ગુણો હોવાથી પશુઓ પણ આ પાકને નુકસાન કરતા નથી. વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર 100 કિલો બ્રીડર સીડમાંથી 2000 ક્વિન્ટલ બીજ તૈયાર થાય છે. આટલા બિયારણો ત્યાર થતા હોવાથી ખેડૂતો માટે વાવણીની પ્રક્રિયા ખુબજ સરળ બને છે. ખેડૂતોને બિયારણ માટે ભટકવું પડતું નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…