આ રીતે થઈ હતી શ્રાદ્ધ કર્મની શરૂઆત, જાણો એના અદ્ભુત માહાત્મ્ય વિશે- આટલું કરવાથી પિતૃઓને મળશે મુક્તિ

192
Published on: 11:04 am, Tue, 21 September 21

આવતીકાલથી એટલે કે, 20 સપ્ટેમ્બરને સોમવારથી પિતૃ પક્ષની શરૂઆત થવા જઈ રહી છે. જેની પુર્ણાહુતી 6 ઓક્ટોબરનાં રોજ થશે. એવી માન્યતા રહેલી છે કે, આ દિવસોમાં પિતૃઓના શુભ કર્મ કરવાથી પરિવારના મૃત સભ્યોની આત્માને મુક્તિ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મના જણાવ્યા મુજબ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરૂડ દેવને પિતૃ પક્ષનું મહત્ત્વ કહ્યું હતું.

આની સાથે જ મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ તેમજ યુધિષ્ઠિરના સંવાદ જણાવવામાં આવ્યાં છે. આ સંવાદમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું હતું કે, શ્રાદ્ધ કર્મની શરૂઆત કેવી રીતે થઈ હતી? ભીષ્મ પિતામહે કહ્યું હતું કે, પ્રાચીન સમયમાં સૌપ્રથમ મહર્ષિ નિમિને અત્રિ મુનિએ શ્રાદ્ધનું જ્ઞાન આપ્યું હતું. ત્યારપછી નિમિ ઋષિએ શ્રાદ્ધ કર્યું બાદમાં બીજા ઋષિઓએ શ્રાદ્ધ કર્મ શરૂ કર્યું હતું.

પિતૃઓ સાથે અગ્નિદેવ પણ ધૂપ-ધ્યાન ગ્રહણ કરે:
પિતૃ પક્ષમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવામાં આવતું હોય છે. જેમાં બળતા છાણા ઉપર ગોળ, ઘી, ભોજન અર્પણ કરવામાં આવે છે. આમ, કરવાથી પિતૃઓ સાથે જ અગ્નિદેવ પણ અન્ન ગ્રહણ કરે છે. એવી પણ માન્યતા રહેલી છે કે, અગ્નિદેવની સાથે ભોજન કરવાથી પિતૃ દેવતા પણ જલ્દીથી તૃપ્ત થઈ જાય છે એટલે કે, પિતૃ પક્ષમાં ધૂપ-ધ્યાન કરતી વખતે બળતા છાણા ઉપર જ પિતૃઓ માટે ભોજન અર્પણ કરાય છે.

શ્રાદ્ધ, પિંડદાન તથા તર્પણનો અર્થ:
પિતૃ પક્ષમાં ઘર-પરિવારના મૃત પૂર્વજોને શ્રદ્ધાથી યાદ કરવામાં આવતા હોય છે, તેને જ શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. પિંડદાન કરવાનો અર્થ એ થાય છે કે, આપણે પિતૃઓ માટે ભોજન દાન કરી રહ્યા છીએ. તર્પણ કરવાનો અર્થ છે કે, આપણે જળનું દાન કરી રહ્યા છે. આવા પ્રકારે પિતૃ પક્ષમાં આ ત્રણ કામનું મહત્ત્વ રહેલું છે.

પિતૃ પક્ષમાં કોઈપણ ગૌશાળામાં ગાય માટે લીલું ઘાસ તેમજ તેમની દેખરેખ રાખવા માટે ધનનું દાન કરવું જોઈએ. કોઈપણ તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવવી જોઈએ. ઘરની આજુબાજુ કૂતરાને પણ રોટલી ખવડાવવી જોઈએ. આની સાથે જ કાગડા માટે પણ ઘરની છત પર ભોજન રાખવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઈએ. આની સાથે જ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરવી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…