વરસાદી સિઝનમાં સામાન્ય જનતાને શાક ખાવું પણ પડશે મોંઘુ! – શાકભાજીમાં આટલા રૂપિયાનો થયો ધરખમ વધારો

129
Published on: 1:46 pm, Sun, 31 July 22

થોડા સમય પહેલા શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા હતા. ત્યારબાદ માંડ રાહત મળ્યા બાદ ફરી ભારે વરસાદની તબાહી પછી ભાવ વધ્યા છે. શાકભાજીના ભાવમાં થયેલ અસહ્ય વધારાને લઇને ગૃહિણીયોનું બજેટ ખોરવાયું છે. શાકભાજીમાં 80 ટકાથી માંડી 100 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. જેમાં પહેલાં જે શાકભાજી 30થી 40 રૂપિયા કિલોના ભાવથી વેચાતી હતી તેના ભાવ અત્યારે 80 થી 100 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આમ 100 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકતા ગૃહીણીઑમાં હાહાકાર મચી ગયો છે.

80 થી 100 ટકા સુધીનો વધારો:
આ અંગે જાણવા મળ્યું છે કે, હાલ ભારે વરસાદને પગલે માર્કેટમાં શાકભાજી ઓછા આવી રહ્યાં છે. જેને લઈને શાકભાજીના ભાવ સળગી રહ્યા છે. શાકભાજીના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આથી શાકભાજીની આવક બજારમાં ઓછી થઈ રહી છે. આથી તેના ભાવમાં ધરખમ વધારો થયો છે.

ધરખમ ભાવ વધારાને કારણે તેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડી રહી છે. સાથે સાથે ઓછા ગ્રાહકોના કારણે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જો આજ રીતે વરસાદ વરસતો રહેશે, તો આગામી સમયમાં હજી પણ શાકભાજીના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે.

હવે ભાવ વધારાની વાત કરીએ તો, ફુલાવર પહેલા 50 રૂપિયા અને અત્યારે 100 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જયારે મરચાનો પહેલાનો ભાવ 60 અને હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો, કોબીજનો પહેલાનો ભાવ 40 જ્યારે હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો, ગાજરનો પહેલાના ભાવ 50 અને હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો, ગુવારનો પહેલાનો ભાવ 80 અને હાલનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો, ભીંડાનો પહેલાનો ભાવ 70 અને હાલનો ભાવ 110 રૂપિયા પ્રતિ કિલો, દુધીનો પહેલાનો ભાવ 30 અને હાલનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…