હાલમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બિહારના કટિહારમાં 4 હાથ અને 4 પગ ધરાવતું બાળક જન્મ્યું છે. આ બાળક અંગેની જાણ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી હતી. લોકો પણ આ બાળકની એક ઝલક જોવા માંગતા હતા. હવે આ બાળકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ બાળકનો જન્મ બિહારના કટિહારની સદર હોસ્પિટલમાં થયો હતો. જ્યારે આસપાસના લોકોને આ અનોખા બાળકની ખબર પડી તો તેઓ પણ તેને જોવા પહોંચી ગયા. કેટલાક લોકો આ કુદરતનો કરિશ્મા કહી રહ્યા છે તો કેટલાક લોકોએ કહ્યું કે, આ ભગવાનનો અવતાર છે. તે જ સમયે, ડૉક્ટરે જણાવ્યું હતું કે બાળક શારીરિક રીતે વિકલાંગ અને અસામાન્ય છે. ડૉક્ટરે પણ કહ્યું કે, તેને અનોખું બાળક ન કહેવાય.
પશ્ચિમ બંગાળના રહેવાસી બાળકના પિતાએ જણાવ્યું કે, બાળકના જન્મ પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ટેસ્ટ રિપોર્ટમાં ડોકટરોએ કહ્યું હતું કે, બાળક સાચુ છે. જોકે, જન્મ બાદ બાળક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તે જ સમયે, બાળકનો પરિવાર ઇચ્છે છે કે તેમનું બાળક સામાન્ય જીવન જીવે. આ માટે સર્જરીની જરૂર પડશે. પરંતુ, પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી, જેના કારણે સમસ્યાઓ આવી શકે છે.
બિહારના ગોપાલગંજમાં ડિસેમ્બરમાં ત્રણ હાથ અને ત્રણ પગવાળા બાળકનો જન્મ થયો હતો. બૈકુંથપુરના રેવતીથના રહેવાસી મોહમ્મદ રહીમ અલીની 30 વર્ષીય પત્ની રબીના ખાતુનને ડિલિવરી માટે બૈકુંથપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. અહીં સામાન્ય ડિલિવરી દરમિયાન વિચિત્ર દેખાતા બાળકનો જન્મ થયો હતો. આ બાળકના ત્રણ પગ અને ત્રણ હાથ હતા. સંબંધીઓએ અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવ્યું હતું, પરંતુ રિપોર્ટમાં પણ આ હકીકત મળી શકી નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…