100ને પાર પેટ્રોલના ભાવ ઘટીને 82 રૂપિયા થઇ ગયા- જાણો ગુજરાતના મોટા શહેરોમાં કેટલા છે ભાવ?

320
Published on: 10:53 am, Sat, 18 December 21

સરકારી તેલ કંપનીઓ (IOCL) એ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે પેટ્રોલ-ડીઝલની કિંમત આજે પણ ચાર મહાનગરોમાં બંને પારંપરિક ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ દિવાળીથી સ્થિર રહ્યા છે. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ તમારા શહેરના ભાવ નીચે મુજબ આપેલ છે. સાથો-સાથ પોર્ટ બ્લેરમાં પેટ્રોલના ભાવ ઘટીને 82 રૂપિયા અને ડીઝલના ભાવ 77 રૂપિયા થયા છે.

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 89.12 રૂપિયા પ્રતિ લીટર
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 96.75 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 90.74 રૂપિયા પ્રતિ લીટર
બોટાદમાં પેટ્રોલ 96.39 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.38 રૂપિયા પ્રતિ લિટર
ભરૂચમાં પેટ્રોલની કિંમત 95.61 રૂપિયા અને ડીઝલની કિંમત 89.59 રૂપિયા પ્રતિ લીટર

નવસારીમાં પેટ્રોલની કિંમત 95.26 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.26 રૂપિયા પ્રતિ લીટર સુરતમાં પેટ્રોલની કિંમત 94.98 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.99 રૂપિયા
રાજકોટમાં પેટ્રોલની કિંમત 94.89 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.89 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

થોડા જ સમયમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ઘટાડવા માટે સરકાર નવી યોજના તૈયાર કરી રહી છે. ત્યારે ભારત કાચા તેલની કિંમતોને નીચે લાવવા માટે તે અન્ય મોટી અર્થવ્યવસ્થાઓ સાથે સંકલન કરીને તેના વ્યૂહાત્મક તેલ ભંડારમાંથી તેલ કાઢવાની યોજના પર કામ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…