તારીખ 20 ડીસેમ્બર બુધવારના પેટ્રોલ-ડીઝલના ભાવ- ફરીએકવાર આંતરરાષ્ટ્રીય બજારોમાં વધ્યા ભાવ

439
Published on: 12:32 pm, Wed, 22 December 21

આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. બુધવારે, બ્રેન્ટ ક્રૂડ 0.43 ટકા વધીને $74.30 પ્રતિ બેરલ, જ્યારે WTI ક્રૂડ 0.55 ટકા વધીને $71.51 પ્રતિ બેરલ થયું હતું. કાચા તેલમાં ઉછાળાની વચ્ચે સરકારી તેલ કંપનીઓએ 22 ડિસેમ્બરને બુધવારના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ સવારે 6 વાગ્યે જાહેર કર્યા છે.

તમને જણાવી દઈએ કે, તેલની કિંમત ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી અને મોટાભાગના શહેરોમાં 100 રૂપિયાને પાર કરી ગઈ હતી. સરકારે દર ઘટાડવા માટે પગલાં લીધાં હતા જેના કારણે આજે સામાન્ય માણસને થોડી રાહત મળી છે અને કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ દેશભરમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે એક લિટર ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લિટર છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલની કિંમત 91.43 રૂપિયા છે. તે ઉપરાંત કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લિટર છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરવામાં આવે છે. તેમજ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે છેલ્લા 15 દિવસમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…