પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળી સ્થિરતા -જાણો કેટલા છે આજના ભાવ

240
Published on: 1:09 pm, Sat, 22 January 22

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા મહિનાઓથી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહી છે. ત્યારે દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પણ પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર:
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત:

જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત:
તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારે RSP અને તમારો સિટી કોડ મોકલીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઇટ પરથી મળશે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…