તેલ કંપનીઓએ ગુરુવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા છે. તેલની કિંમતોમાં આજે કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લા અઢી મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પર યથાવત છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે જયારે ડીઝલના ભાવ રૂ. 94.14 પ્રતિ લીટર છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. બીજી તરફ ચેન્નાઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
યુપીના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દરની વાત કરીએ તો આગ્રામાં પેટ્રોલ 95.05 રૂપિયા છે જયારે ડીઝલનો ભાવ 86.56 રૂપિયા પર યથાવત છે. કાનપુરમાં પેટ્રોલ 95.23 રૂપિયા અને ડીઝલ 86.49 રૂપિયામાં ઉપલબ્ધ છે. બીજી તરફ ગાઝિયાબાદમાં પેટ્રોલ 95.29 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયામાં મળી રહ્યું છે. દેશના તમામ શહેરોમાં છેલ્લા અઢી મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
તેમજ ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ દર્શાવે છે:
બીજી તરફ મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં પેટ્રોલની કિંમત 107.23 રૂપિયા અને ડીઝલની કિંમત 90.87 રૂપિયા પ્રતિ લીટર છે. બેંગ્લોરમાં પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. પંજાબના અમૃતસરમાં પેટ્રોલ 95.36 રૂપિયા અને ડીઝલ 84.17 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. પટિયાલાની વાત કરીએ તો અહીં એક લીટર પેટ્રોલ 95.57 રૂપિયામાં મળે છે. એક લિટર ડીઝલ 84.36 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે:
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…