ફરીએકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં કડાકો- જાણો આજના નવા ભાવ

278
Published on: 3:55 pm, Wed, 15 December 21

ભારતીય ઓઈલ કંપનીએ આજે સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જેમાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા વચ્ચે દેશભરમાં વાહન ઈંધણ, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થયા છે.

પેટ્રોલ-ડીઝલની આજની કિંમતઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. જયારે ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન આઈઓસીએલના નવીનતમ અપડેટ અનુસાર, બુધવારે 15 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલ પંપ પર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર હતી જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા છે.

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત
દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં પેટ્રોલ રૂ.104.67 અને ડીઝલ રૂ.89.79 પ્રતિ લીટર છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત
સુરતમાં પેટ્રોલ 95.23 રૂપિયા અને ડીઝલ 89.24 રૂપિયા પ્રતિ લીટર છે.
ભાવનગરમાં પેટ્રોલ 96.50રૂપિયા અને ડીઝલ 90.49 રૂપિયા પ્રતિ લીટર છે.
વડોદરામાં પેટ્રોલ 94.7 8રૂપિયા અને ડીઝલ 88.76 રૂપિયા પ્રતિ લીટર છે.

અમદાવાદમાં પેટ્રોલ 95.13 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર છે.
બોટાદમાં પેટ્રોલ 96.17 રૂપિયા અને ડીઝલ 90.16 રૂપિયા પ્રતિ લીટર છે.
અમરેલીમાં પેટ્રોલ 96.71 રૂપિયા અને ડીઝલ 90.72 રૂપિયા પ્રતિ લીટર છે.
ગાંધીનગરમાં પેટ્રોલ 95.36 રૂપિયા અને ડીઝલ 89.34 રૂપિયા પ્રતિ લીટર છે.
રાજકોટમાં પેટ્રોલ 94.89 રૂપિયા અને ડીઝલ 88.89 રૂપિયા પ્રતિ લીટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે. તમે માત્ર એક SMS દ્વારા તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…