300 ફૂટ ઊંચા બેડ પર જીવના જોખમે આરામ કરે છે લોકો- હિંમતવાળા જ જોવે આ વિડીયો

Published on: 6:02 pm, Thu, 12 August 21

હાલમાં સોસિયલ મીડિયા પર ખુબ વાયરલ થયેલ ચોંકાવનાર વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. લોકોને એન્ડવેન્ચરમાં ખુબ પસંદ આવે છે. કેટલાક લોકો ઉંચાઇથી કુદવાનું પસંદ કરતા હોય છે તો વળી કેટલાક ઉંચાઇ પર બિસ્તર લગાવીને સુવાનું પસંદ કરતા હોય છે.

એક એવી જગ્યા છે કે, જ્યાં માણસ જમીનથી અંદાજે 300 ફૂટ ઉંચાઇ પર બિસ્તર લગાવીને સુઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થયો છે કે, જેમાં 2 યુવતીઓ જમીન તથા આસમાન વચ્ચે ઝુલતા બિસ્તર પર આરામ કરતા જોવા મળે છે.

આ બેડ જમીનથી અંદાજે 300 ફૂટની ઉંચાઇ પર બનેલ છે. આ વીડિયો ચીનના એક થીમ પાર્કનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ થીમ પાર્કમાં તમે આવું એન્ડવેન્ચર કરી શકો છો. 300 ફૂટની ઉંચાઇ પર હવા ખુબ તેજ હોય છે. આવા સમયમાં ભારે પવન આવે તો બેડ હલવા લાગે છે.

જેને લીધે તેના પર સુઈ રહેલ લોકોના શ્વાસ અદ્ધર થઇ જાય છે. ચીનની સિવાય તુર્કીમાં પણ આવું થીમ પાર્ક આવેલું છે કે, જ્યાં બેડને જમીનથી ઉંચાઇ પર લટકાવવા માટે મોટા તારથી બાંધવામાં આવ્યો છે કે, જેથી કોઇ દુર્ઘટના ના થાય. આ વિડીયો અહીં જોઈ શકાય છે…