અહિયાં ખવાય છે માનવ માસ, કારણ જાણી આંખે અંધારા આવી જશે

0
391
Published on: 5:57 pm, Mon, 18 January 21

યુક્રેન એક ખૂબ જ સુંદર અને પ્રાચીન દેશ છે. જે પૂર્વ યુરોપમાં સ્થિત છે. તે પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, પોલેન્ડ અને સ્લોવાકિયા, પશ્ચિમમાં હંગેરી, દક્ષિણ-પશ્ચિમમાં રોમાનિયા અને મોલ્ડોવા અને દક્ષિણમાં કાળો સમુદ્ર અને એઝોવ સમુદ્ર જેવા ઘણા દેશોની સરહદ ધરાવે છે. જોકે, કિવ આ દેશની રાજધાની છે. અહીંની સૌથી અગત્યની વાત એ છે કે, કિવને ‘સુંદર મહિલાઓનું શહેર’ પણ કહેવામાં આવે છે. યુક્રેન વિશે બીજી ઘણી રસપ્રદ બાબતો છે, જેના વિશે તમને જાણીને આશ્ચર્ય થશે.

વિશ્વના ઘણા દેશોમાં દારૂ પીવું એ ખોટુ માનવામાં આવે છે તેમ છતાં, અહીંના લોકો માટે દારૂ પીવો એ કોઈ પરંપરાથી ઓછો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, યુક્રેન વિશ્વભરમાં દારૂ પીવાના મામલામાં છઠ્ઠા ક્રમે છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, અહીં દારૂનો વપરાશ પ્રતિ વર્ષ દીઠ 14 લિટર જેટલો થાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વનું સૌથી ઊંડું બનેલું રેલ્વે સ્ટેશન યુક્રેનમાં આવેલું છે. જેને ‘આર્સેના મેટ્રો સ્ટેશન’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટેશન જમીનથી 105.5 મીટર અથવા 346 ફુટની ઉંડાઈ પર સ્થિત છે. આ ઉપરાંત યુક્રેનના લોકો પણ સંગીતના ખૂબ શોખીન છે. આ જ કારણ છે કે, આ દેશમાં વિશ્વના સૌથી લાંબા સંગીતનાં સાધનો બનાવવામાં આવે છે. તે લાકડાના બનેલા શિંગડા જેવો આકાર ધરાવે છે, જેને ‘ ટ્રેન્બીટા’ કહે છે.

મોટાભાગના દેશોમાં, યુગલો લગ્ન સમયે ડાબા હાથમાં લગ્નની વીંટી પહેરે છે, જ્યારે યુક્રેનમાં તેવું નથી. તેનાથી વિપરિત, લોકો જમણા હાથમાં લગ્નની વીંટી પહેરે છે. તે અહીંની પરંપરામાં શામેલ છે. 1932–33માં યુક્રેનમાં તીવ્ર દુકાળ પડ્યો હતો, જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. એવું કહેવામાં આવે છે કે, દુષ્કાળ દરમિયાન એટલો ભૂખમરો ફેલાયો હતો કે, મનુષ્ય માનવ માંસનું સેવન કરી રહ્યા હતા. ત્યારબાદ આશરે 2500 લોકોની નરભક્ષમતા માટે ધરપકડ કરવામાં આવી હતી.