રામનવમી ના પવિત્ર પર્વએ હિંદુ મુસ્લિમ તમામે આ ઘટનાના સાક્ષી બનવું જોઈએ

638
Published on: 5:49 pm, Sat, 9 April 22

હાલમાં ગુજરાતમાંથી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના આ મંદિરમાં 1200 વર્ષ જૂનું મંદિર તેના પરિસરમાં મુસ્લિમોનું સ્વાગત કરે છે. આ મંદિરમાં શુક્રવારે મુસ્લિમોના ઉપવાસ માટે ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેણે સમગ્ર દેશની સામે એકતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

એક અહેવાલ અનુસાર, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ ડાલવાણા ગામમાં 1200 વર્ષ જૂના વારંદા વીર મહારાજ મંદિરે મુસ્લિમ ભાઈઓ માટે તેના દરવાજા ખોલ્યા છે. અહીંના લોકોના જીવનમાં ભાઈચારો છે. ગામના લોકો દશેરા, દિવાળી, ઈદ બધા તહેવારની સાથે મળીને ઉજવણી કરવામાં આવે છે. અહીંના મુસ્લિમ પરિવારો પાલનપુરના શાસકોના વંશજો છે. પાલનપુરના નવાબો દ્વારા મંદિર બનાવવા માટે જમીન દાનમાં આપવામાં આવી હતી.

આબ અંગે મંદિરના પૂજારી પંકજ ઠાકરે કહ્યું કે, “પહેલીવાર મંદિર પરિસરમાં મુસ્લિમો માટે ઉપવાસ ખોલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મંદિર એક ઐતિહાસિક સ્થળ છે અને આખા વર્ષ દરમિયાન પર્યટકો મંદિરને જોવા માટે આવતા રહે છે. કેટલીકવાર હિન્દુ અને મુસ્લિમ તહેવારો એકસાથે યોજાય છે અને ગામલોકો એકબીજાને મદદ પણ કરે છે.

આ વર્ષે મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતે મુસ્લિમ ઉપવાસીઓને મંદિર પરિસરમાં બોલાવીને ઉપવાસ ખોલવાનો નિર્ણય લીધો હતો. અહી 100 જેટલા મુસ્લિમ ભાઈઓ માટે 5-6 પ્રકારના ફળો, ખજૂર, શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક મસ્જિદના મૌલાના સાહેબનું મેં અંગત રીતે સ્વાગત કર્યું હતું.

ગામના સરપંચ પિંકીબા રાજપૂતે જણાવ્યું કે, ‘રામનવમી અને હોળીના અવસર પર મુસ્લિમ ભાઈઓ અમને મદદ કરે છે. તેથી અમે વિચાર્યું કે, આ વર્ષે તેમના માટે પણ કંઈક કરવું જોઈએ. આપણું ગામ સમગ્ર દેશ માટે સામાજિક એકતાનું એક ઉદાહરણ છે.

જણાવી દઈએ કે, 2011ની વસ્તી ગણતરી અનુસાર ડાલવાણાની વસ્તી 2,500 છે, જેમાં મુખ્યત્વે રાજપૂત, પટેલ, પ્રજાપતિ, દેવીપૂજક અને મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થાય છે. મુસ્લિમોમાં લગભગ 50 પરિવારો હોય છે જે સામાન્ય રીતે ખેતી અને વ્યવસાયમાં રોકાયેલા હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…