પુંછડી સાથે જન્મ્યા બાળ હનુમાન, ચમત્કાર માની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું આ નાનકડું બાળક

Published on: 7:56 pm, Thu, 2 September 21

આજે લોકો બે વર્ષના બાળકને જોવા માટે બહુ દૂર દૂરથી આવે છે. ઇલ્હાબાદના કોઢિયાર એટિયામાં રામસુંદર પોતાના પરિવાર સાથે રહે છે. આ નાનકડું બાળક એટલા માટે ચર્ચામા છે કારણ કે, બાળકને પુંછડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પૂંછડી બાળક જન્મો ત્યારથી છે. આ બાળક જેમ મોટો થઇ રહ્યો છે તેમ તેની સાથે રહેલ પૂંછડી પણ મોટી થાય છે. હવે આ બાળકની પૂંછડી એટલી લાંબી થઇ ગઈ છે કે, એ પૂંછડી હવે તેની ચડ્ડીમાં રહેતી નથી. તેને બહાર રાખવામાં આવે છે.

દરેક લોકો આ બાળકને બાળ હનુમાનનું રૂપ માટે છે, આ જ કારણે તેનું નામ બજરંગબલી રાખવામાં આવ્યું છે. આ બાળકને લોકો બાળ હનુમાન માનીને તેને જોવા માટે આવે છે. આ વાત દૂર સુધી ફેલાઈ રહી છે અને આને લોકો ભગવાનનો ચમત્કાર માને છે. અત્યારે બધા માટે આ નાનકડું બાળક આકર્ષણનું કારણ બન્યું છે.

બાળકની માતા જણાવે છે કે, જન્મ સમયે બાળકની પીઠ પર એક નાનકડો માસનો ટુકડો લટકતો હતો. જે હાલ પૂંછડી બની છે. સાથે જ બાળકની માતા જણાવે છે કે, “અમે ડોક્ટરની સલાહ લઈને ઓપરેશન કરાવવા માટેનો નિર્ણય કર્યો હતો પણ પછી ઘરમાં અમે બધા બીમાર થઇ ગયા હતા. હવે જયારે પણ ઘરમાં પૂંછડી કઢાવવા માટેની વાત ચાલે છે કે તરત ઘરમાં બધા બીમાર થઇ જાય છે.” એટલા માટે હવે અમે પૂંછડી કાઢવાની વાત કરતા નથી.

બીજી તરફ ડોકટરોનું કહેવું છે કે, આ એક હોર્મોનલ પ્રોબ્લેમ છે. આવું ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. આ પૂંછડી ઓપરેશનથી હટાવી શકાય છે. સાથે જ અન્ય ડોકટરોનું કહેવું છે કે, તેમણે બાળકની પૂંછડીની તપાસ કરાવવી જોઈએ. કેમ કે જો આ પૂંછડી બાળકના કરોડરજ્જુ સાથે જોડાયેલ હશે તો ભવિષ્યમાં બાળકને મોટું નુકસાન થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…