રવિવારના દિવસે જન્મેલા લોકોને આ એક ‘નાનકડું કામ’ રાતોરાત કરોડપતિ બનાવી દેશે

Published on: 4:15 pm, Sun, 15 August 21

ઘણા લોકો એવા હોય છે જે પોતાનું ભાગ્ય જન્મથી સાથે જ લઈને આવતા હોય છે. આજના આ લેખમાં આપણે શાસ્ત્ર અનુસાર જાણીશું કે, વાર અનુસાર જન્મતા લોકો કેવું ભાગ્ય પોતાની સાથે લઈને આવ્યા છે? રવિવારના દિવસે જન્મેલા લોકો અંગે હિન્દુ ધર્મમાં દરેક દિવસ નું મહત્વ જણાવવામાં આવ્યું છે સાથે સાથે તે કોઈક અથવા બીજા ભગવાનને સમર્પિત થયા છે. શાસ્ત્ર અનુસાર રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. આજના દિવસે શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ તેની સૌથી વધુ શક્તિ ધરાવે છે. એટલે જ રવિવારના દિવસે જન્મેલા વ્યક્તિ દરેક કાર્યમાં સફળતા મેળવે છે અને મનમાં ધાર્યા દરેક કાર્ય પૂરા થાય છે.

રવિવારના દિવસે જો કોઈ વ્યક્તિ પૂર્વ દિશાથી પોતાના કાર્યની શરૂઆત કરે છે, તો તેને સો ટકા તે કાર્યમાં સફળતા મળે છે. શાસ્ત્ર અનુસાર મૂળ કુંડળીમાં સૂર્યદેવની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ, તેના કારણે વ્યક્તિને સમાજમાં ખૂબ જ માન મળે છે સાથે સાથે તેના જીવનની દરેક વેદના અને દુઃખો દૂર થાય છે અને જીવે ત્યાં સુધી સુખી જીવન જીવી શકે છે. શાસ્ત્ર જણાવે છે કે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ સાથે સાથે ધન કોષ વધારવા માટે રવિવારના દિવસે એક મોટા પાનમાં તમારી દરેક ઈચ્છાઓ લખી વહેતા પાણીમાં વહાવી દો, આમ કરવાથી તમારી લખેલી દરેક ઇચ્છાઓ પૂરી થશે. આ સાથે સાથે શાસ્ત્ર વધુમાં જણાવતાં કહે છે કે જો તમારે ધન અને વૈભવ યશ મેળવવો હોય તો ફરજિયાત પણે રવિવારના દિવસે સૂર્ય ની સાધના કરવી પડશે.

રવિવારના દિવસે ભગવાન સૂર્યની પૂજા-અર્ચના કરવાથી તમામ પ્રકારની બાધાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. સાથે સાથે જ સૂર્ય ની વિધિ વિધાનથી અને વ્રત કરવાથી દરેક દુઃખો દૂર થાય છે. ફક્ત જીવનકાળમાં જ નહીં પરંતુ નોકરી-ધંધા ના કારોબારમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે.

રવિવારના દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે ચાર મોઢા વાળો દ્વીપ પ્રગટાવો. જો આ દીપ ને લોટ થી બનાવ્યો હશે તો ફળ વધારે સારું મળશે. આ ઉપાય માત્રથી જ ઘરમાં લક્ષ્મીજી નું આગમન થવા લાગશે. કોઈ દિવસ ધનના ભંડાર ખાલી નહીં થાય એટલે જ રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા-અર્ચના કરી સૂર્ય મંત્રનો જાપ કરવો ખૂબ જ મહત્વનો છે.