
ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે, જેના કારણે ભારતને ગામડાઓનો દેશ પણ કહેવામાં આવે છે. ગામમાં રહેતા લોકો તેમની આજીવિકા માટે મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. ખેતીની સાથે ગામના લોકો પશુપાલન પણ કરે છે જેનાથી તેમને ઘણી આવક થાય છે. ભારતમાં મોટાભાગની ગાયો અને ભેંસોને દૂધાળા પ્રાણીઓ તરીકે ઉછેરવામાં આવે છે. તમે સામાન્ય રીતે જોયું હશે કે ગાય અને ભેંસ એક સમયે એક જ વાછરડા અને પાડીને જન્મ આપે છે.
આજે તમને એક એવો કિસ્સો જણાવી દઈએ જેને સાંભળીને તમે વિશ્વાસ નહીં કરી શકો. અહિયાં એક ભેંસે બે મુખ વાળી પાડીને જન્મ આપ્યો હતો. શરીર એક જ હતું પરંતુ બે ગરદન, ચાર આંખ, બે માથું અને ચાર કાન સાથે જન્મ લીધો હતો.
તમને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના સિકરૌડા ગામની છે જ્યાં એક ખેડૂત ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ખેડૂતના ઘરમાં એક ભેંસ છે જેણે થોડા સમય પહેલા જ એક પાડીને જન્મ આપ્યો હતો. આ વાછરડાને પ્રકૃતિનો કરિશ્મા માનવામાં આવે છે.
કારણ કે, તેનું શરીર એક છે પરંતુ મોઢા બે છે, જે પછી તેને જોનારાઓ વિશ્વાસ કરી શકતા નથી કે આવું થઈ શકે છે. જન્મ બાદ આ પાડી એકદમ સ્વસ્થ છે અને કોઈ પણ પ્રકારની બીમારી નથી. આ સમાચાર મળતા જ લોકો આ કરિશ્માને પહોચી ગયા હતા.
ભેંસના માલિકે જણાવ્યું કે ભેંસે કોઈપણ પશુચિકિત્સક વગર સામાન્ય રીતે જન્મ આપ્યો છે અને હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે. ખાસ વાત એ છે કે આ પાડી બંને મોંથી દૂધ પણ પીવે છે અને પાણી પણ પીવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…