આ ગાય માતાએ બદલી નાખ્યું ગરીબ પરિવારનું જીવન- એવો ચમત્કાર થયો છે આજે લોકો દુર-દુરથી આવે છે દર્શને

576
Published on: 6:35 pm, Mon, 27 December 21

હિન્દૂ ધર્મમાં ગાયને માતાનું માન આપવામાં આવ્યું છે. ગાયમાતાની પૂજા પણ કરવામાં આવે છે. કારણ કે, માનવામાં આવે છે કે ગાયની પૂજા કરવાથી દેવી દેવાની પૂજા કરવા જેટલું પુણ્ય મળે છે. કારણ કે, ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આજે અમે તમને એક એવી જ ચમત્કારિક ઘટના વિષે જણાવીશું. આ પરિવાર માટે આ ગાય ખુબ જ ચમત્કારિક સાબિત થઇ છે. જણાવી દઈએ કે, આ ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લાના જૈસિનગરની છે.

મળતી માહિતી મુજબ, આ ગરીબ પરિવારે પોતાના પરિવારના ભરણ પોષણ માટે એક ગાય ખરીદી હતી. આ ગાયના દૂધથી જ આખા પરિવારનું ગુજરાન ચલાતું હતું. આ ગાયએ પહેલી જ વારમાં 5 વાછરડાઓને જન્મ આપ્યો હતો. બીજી વખત 4 અને અત્યારે પાછા 3 વાછરડાઓને જન્મ આપ્યો છે. આ ગરીબ પરિવાર પાસે આજે કુલ 14 ગાયો છે. આજથી 3 વર્ષ પહેલા આ પરિવાર પાસે એકપણ ગાય નહોતી. આ ગાયે આજે આ ગરીબ પરિવારનું જીવન જ બદલી નાખ્યું છે.

જણાવી દઈએ કે, આ પરિવારની ગુજરાન હવે ખુબ જ સારી રીતે ચાલી રહ્યો છે. આવનાર એક વર્ષમાં આ પરિવાર પાસે પોતાનું પાકું ઘર હશે. જો આ ચમત્કારિક ગાયના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. લોકો આ પરિવારના ઘરે આવીને ગાય માતાના દર્શન પણ કરી રહ્યા છે. ગાય માતાએ આ ગરીબ પરિવારનું નસીબ જ બદલી દીધું એટલા માટે લોકો આ ગાયને ચમત્કારિક માને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…