બેફામ આખલાએ રાહદારી મહિલાને શિંગડાંમાં ભેરવીને હવામાં ક્યાંય ફંગોળી- શોર્કીંગ CCTV થયા વાયરલ

193
Published on: 8:07 pm, Fri, 27 August 21

રાજ્યમાં સ્માર્ટસિટીની વાતો કરતા શાસક ભાજપ છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં માર્ગ પર રખડતી ગાયોને લીધે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે એમ છતાં કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને માર્ગમાં રખડતી ગાયના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી.

આની સાથે જ શહેરીજનોને રસ્તા પર રખડતી ગાયોથી છુટકારો મેળવવા માટે મોટી-મોટી વાતો થાય છે પણ તેનો કોઇ અમલ કરવામાં આવતો નથી. ગોધરાના વાવડી પેટ્રોલપંપ નજીક રોડ વાહનની રાહ જોઈને ઊભેલી મહિલાને આખલાએ શિંગડાંમાં ભેરવીને રોડ પર પટકાઈ હતી.

જેને કારણે મહિલા ગંભીર ખુબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેને કારણે મહિલાને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મહિલા પર આખલાના હુમલાની ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. આમ, પશુઓનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે.

રોડ પર ઊભેલી મહિલાને આખડાએ શિંગડાંથી ઉછાળી:
ગોધરામાં આવેલ સંત રોડનાં રહેવાસી 45 વર્ષનાં મીનાબેન ગાંધી કામ માટે બહાર નીકળ્યાં ત્યારે કામ પતાવીને તેઓ ઘરે જવા માટે માર્ગ પર વાહનની રાહ જોઈને ઊભાં હતાં. આ દરમિયાન પાછળથી આવતા આખલાએ તેમને શિંગડાંથી ઉછાળતાં તેઓ રોડ પર પટકાઈ ગયાં હતાં તથા ગંભીર ઇજા પહોંચતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

અધિકારીઓ ગોધરાના રખડતાં ઢોરને પકડવાની તસદી લેતા નથી:
શહેરમાં હાલમાં બગીચા પાસે 2 આખલા લડતાં અનેક વાહનોને નુકસાન થયું હતું. નગરપાલિકાના બેજવાબદાર અધિકારીઓ ગોધરા શહેરના માર્ગ પર બેસતાં ઢોરને ખસેડવાની તથા પકડવાની તસદી લેતા નથી. નેતાઓ માટે હંમેશાં ખડેપગે ઊભા રહેતા પાલિકાના અધિકારીને પ્રજાને પડતી સમસ્યા દૂર કરવામાં રસ ન હોય એમ જણાઈ રહ્યું છે.

શહેરમાં પાલિકાના કર્મચારીને ગાયે અડફેટે લીધા હતા:
3 દિવસ અગાઉ જ ઓફિસથી ઘરે જઇ રહેલ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ગાયે ભેટીએ ચઢાવતાં હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. શહેરના વાઘોડિયા રોડ પર રહેતા અરવિંદભાઇ પરમાર મંગળવારની સાંજે તેઓ નોકરી પરથી છૂટીને બાઇક પર ઘર બાજુ જઇ રહ્યા હતા ત્યારે મહેશ કોમ્પ્લેક્સ નજીક રસ્તા પર બેઠેલા ગાયોના ટોળાએ દોડાદોડ શરૂ કર્યું હતું.

હાથ-પગમાં એકથી વધુ ફ્રેક્ચર થયાં:
અરવિંદભાઇને ગાયે ભેટીએ ચઢાવતાં તેમના હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અરવિંદભાઇ રોડ પર પટઈ જતાં જ સ્થાનિક લોકો પહોંચી ગયા તેમજ ગંભીર ઇજા પામેલ અરવિંદભાઇને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ગાયે ભેટીએ ચઢાવતાં અરવિંદભાઇનો જીવ બચી ગયો છે પણ તેમના હાથ-પગમાં એકથી વધારે ફ્રેક્ચર થઇ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું.

માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ:
અહીં નોંધનીય છે કે, શહેરના માર્ગ પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ સાબિત થઇ રહી છે. મહાનગરપાલિકાની ઢોરપાર્ટી દ્વારા ગાયો પકડવાનું અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પણ કોર્પોરેશનની ઢોરપાર્ટી પોલીસ-બંદોબસ્તની સાથે ગાયો પકડવા જાય ત્યારે ગૌપાલકો ગાયોને ઢોરપાર્ટીથી બચાવવા બાઇક પર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે નીકળી પડતા હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…