અમરેલીમાં મગફળીથી છલોછલ ભરેલું આખું ટ્રેક્ટર પાણીના વહેણમાં તણાયુ- ડ્રાઇવરે જીવના જોખમે બચાવ્યો જીવ

273
Published on: 7:45 pm, Mon, 11 October 21

અમરેલી(ગુજરાત): હાલ રાજ્યમાં હવામાન વિભાગ(Meteorological Department) દ્રારા આગાહી કરવામાં આવી હતી આગામી 2 દિવસ વરસાદ પડી શકે છે. તેવામાં સૌરાષ્ટ્ર(Saurashtra)માં હવામાન વિભાગની આગાહીને કારણે સમગ્ર અમરેલી જિલ્લા(Amreli district)માં ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ ખાબકી રહ્યો છે. રવિવારના દિવસ દરમિયાન કેટલાય વિસ્તારમો સારો એવો વરસાદ પડ્યો હતો.

તે દરમિયાન મોડી સાંજે વડીયા વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આવામાં ઉજળા ગામમાં એક મગફળી ભરેલું આખું ટ્રેકટર તણાઈ ગયું હતુ. જોકે, ડ્રાઈવર છલાંગ મારીને પાણીમાં કુદી પડયો હતો. જેને કારણે ડ્રાઈવરનો સદનસબે જીવ બચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, વડીયા નજીક આવેલા મોટા ઉજળા ગામે મુશળધાર વરસાદ પડયો હતો. એક જ દિવસમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ગામની આસપાસની નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેને કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામાં અહીં પાણીના પ્રવાહ નજીક આવતા એક મગફળી ભરેલું ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું.

ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાતાં ડ્રાઇવરે છલાંગ લગાવીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે ટ્રેક્ટરને મોડી રાતે જેસીબીની મદદથી પાણીમાંથ બહાર કાઢવામાં આવ્યું હતું. અહીં સ્થાનિક નદી નજીક બેઠો પુલ હોવાને લીધે આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોય છે. સ્થાનિક લોકો આ પુલના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં આ ઘટના બનતાં લોકો પુલ ઉંચો કરવા માટે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…