આ કઈ સામાન્ય મોરપીંછ નથી, ભગવાન કૃષ્ણ સાથે છે અતુટ સબંધ – “ૐ” લખવા માત્રથી પૂરી થશે દરેક મનોકામના

57
Published on: 2:24 pm, Mon, 20 June 22

હિંદુ ધર્મમાં મોરપીંછનું મહત્વ ખૂબ જ વિશેષ છે. પુરાણો અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણને મોરનું પીંછ ખૂબ જ પ્રિય હતું. મોરપીંછ માત્ર કૃષ્ણને જ નહીં, ગણેશ, ઈન્દ્રદેવ અને કાર્તિકેયને પણ ખૂબ પ્રિય હતા. ઘણી વખત લોકો ઘરની સજાવટમાં મોર પીંછાનો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તુ અનુસાર તેનું કેટલું મહત્વ છે તે ભાગ્યે જ બધાને ખબર હશે. વાસ્તુ અનુસાર, અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે કેવી રીતે એક સામાન્ય મોરપીંછ તમારું જીવન બદલી શકે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ મોર પીંછ વાસ્તુદોષથી મુક્તિ મેળવવા માટે ખુબ જ ઉપ્તોય્ગી છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આઠ મોરપિચ્છને સફેદ દોરાથી બાંધીને ઓમ સોમાય નમ:ના જાપ કરો, આવું કરવાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે.
ગ્રહદોષને દૂર કરે છે. આ સિવાય જો શાની દોષ હોય તો ત્રણ મોરના પીંછાને કાળા દોરામાં બાંધો. પછી સોપારીના થોડા ટુકડા લો અને થોડું પાણી છાંટવું. ત્યારબાદ 21 વાર ૐ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. આ વિધાનથી શનિ દોષથી મુક્તિ મળે છે.

આ ઉપરાંત તમે જ્યાં પૈસા કે ઘરેણાં રાખો છો ત્યાં તમારે મોરના પીંછા રાખવા જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે. તેમજ જો ઘરના પ્રવેશદ્વાર પર મોરપીંછ રાખવામાં આવે તો કોઈપણ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી. તેનાથી ઘરની વાસ્તુ દોષ ઠીક થઈ જાય છે. આ સિવાય જો ઘરમાં પત્ની-પત્ની વચ્ચે તણાવનું વાતાવરણ હોય તો તેણે પોતાના રૂમમાં મોરનું પીંછા મુકવું જોઈએ. આ માટે તમે બેડરૂમમાં મોરનું ચિત્ર લગાવી શકો છો.

પુસ્તકમાં મોરપિચ્છ રાખવી પણ શુભ મનાય છે. મોરપીંછ માતા સરસ્વતીને પ્રિય છે. સરસ્વતી વિદ્યાની દેવી છે. તો વિદ્યા અભ્યાસમાં સફળતા મેળવવા માટે પણ મોરપીંછનો ઉપયોગ કરવામાં આવે છે.પુસ્તકમાં મોરપીંછ રાખવાથી વિદ્યા અભ્યાસમાં સફળતા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…